કેરલમ્માં હાર સાથે જ દેશમાંથી લેફ્ટ શાસનનો સફાયો થયો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
04, મે 2026  |   2871

દક્ષિણ ભારતના રાજકીય પ્રવેશ દ્વાર સમાન કેરલમમાં મોટો ઉલટફેર જાેવા મળ્યો છે. કોંગ્રેસના નેતૃત્વ હેઠળનું યુનાઈટેડ ડેમોક્રિટિક ફન્ટે સ્પષ્ટ બહુમતિ મેળવી છે. જ્યારે સત્તારૂઢ લેફ્ટ ડેમોક્રિટિક ફન્ટ એટલે કે ન્હ્લડ્ઢને આંચકો લાગ્યો છે. કેરલમાં સત્તા જતા જ દેશમાં ડાબેરીઓનો પણ સફાયો થઈ ગયો છે. કેરળના ચોકાવનારા પરિણામો સામે આવ્યા છે. કેમ કે ડાબેરીઓ પાસેથી કોંગ્રેસ ગઠબંધને સત્તા છીનવી લીધી છે. કોંગ્રેસ ગઠબંધન ેંડ્ઢહ્લએ સ્પષ્ટ બહુમતિ મેળવી લીધી છે. સત્તા વિરોધી લહેરના કારણે પિનરાઈ વિજયનને સત્તા ખોવાનો વારો આવ્યો છે. કેરળમાં ભવ્ય જીત મળતા કોંગ્રેસના નેતાઓએ વધાવી છે. કેરળ વિધાનસભાની ચૂટણીના પરિણામની વાત કરીએ તો કોંગ્રેસ ૬૩ બેઠકો જીતી છે, તો ઝ્રઁૈંએ ૨૬ બેઠકો જીતી છે. આ ઉપરાંત ઈન્ડિયન મુસ્લિમ લીગે ૨૨ બેઠકો પર જીત મેળવી છે. ઝ્રઁૈંએ ૮ બેઠક તેમજ કેરલા કોંગ્રેસે સાત બેઠકો પર જીત મેળવી છે. આ ઉપરાંત રિવોલ્યુશનરી સોશિયાલિસ્ટ પાર્ટીએ ત્રણ અને ભાજપે ત્રણ બેઠકો પર જીત મેળવી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution