લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
31, મે 2026 |
2079
રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિનના પરિવાર અને બાળકો વિશે ઘણી બધી વાતો સાર્વજનિક નથી, ત્યારે તેમના પરિવાર વિશે ઘણી ચર્ચાઓ અને અફવાઓ ફેલાઈ છે. પુતિને પહેલા લગ્નથી તેમની બે પુત્રીઓ વિશે જાહેરમાં ચર્ચા કરી નથી. તેમની પુત્રીઓ ઉપરાંત તેમના બે સિક્રેટ બાળકો હોવાનો પણ દાવો કરવામાં આવે છે. આ બંને પુત્રો નાના છે અને તેમને દુનિયાથી છુપાવીને સ્પેશિયલ ટ્રેનિંગ અપાઈ રહી હોવાનું જણાય છે.
પુતિનના પહેલા લગ્ન લ્યુડમિલા એલેક્ઝાન્ડ્રોવના સાથે થયા હતા. આમ વર્ષ ૨૦૧૪માં તેઓના છૂટાછેડા થયા હતા. આ લગ્નથી તેમને બે પુત્રીઓ છે, જેમાં ૪૧ વર્ષીય મારિયા વોરોન્ટસોવના અને ૩૯ વર્ષીય કટેરીના તિખોનોવા. ક્રેમલિન સાથેના તેમના સંબંધો છુપાવવા માટે બંનેએ ખોટા નામો અને ઓળખથી પોતાની કારકિર્દી બનાવી હતી. રેડિયો સ્વોબોડાના તપાસ પ્રોજેક્ટ સિસ્ટેમા દ્વારા કરવામાં આવેલી નવી તપાસ મુજબ, ઇઝરાયલી મીડિયાએ દાવો કર્યો છે કે પુતિન અને તેમના જીવનસાથી પૂર્વ ઓલિમ્પિક રિધમિક જિમ્નેસ્ટિક્સ ચેમ્પિયન એલિના કાબાએવાને બે પુત્રો છે. પુતિને ૪૩ વર્ષીય કાબાએવા સાથેના તેમના સંબંધો જાહેર કર્યા નથી. કાબાએવા પુતિન કરતા લગભગ ૩૦ વર્ષ નાના છે.એવો દાવો છે કે, પુતિનના આ બંને પુત્રો એકાંતમાં રહે છે. બંને બાળકોનો ઉછેર પશ્ચિમી વાતાવરણમાં થયો છે. જ્યારે પુતિન જાહેરમાં પશ્ચિમ પ્રત્યે સંઘર્ષાત્મક વલણ અપનાવે છે, ત્યારે તેઓ તેમના બે પુત્રો ૧૧ વર્ષના ઇવાન અને ૭ વર્ષના વોવાને પશ્ચિમી શૈક્ષણિક મૂલ્યોના આધારે ઘરે શિક્ષણ આપી રહ્યા છે.