તાપી-

સમગ્ર વિશ્વભરમાં વસવાટ કરતા મૂળ નિવાસી સમુદાય એવા આદિવાસી સમાજને હક્ક, અધિકારો અને અન્ય સમાજની હરોળમાં આવી શકે તે હેતુથી યુનો દ્વારા ધોષિત કરવામાં આવેલા વિશ્વ આદિવાસી દિવસની સમગ્ર જિલ્લામાં ઉજવણી કરવામાં આવી હતી.

સમગ્ર વિશ્વભરમાં 9 મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાય છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા પણ ખાસ કરીને આદિવાસી જિલ્લાઓમાં વિશ્વ આદિવાસી દિન હર્ષોલ્લાસથી ઉજવાતો હોય છે ત્યારે તાપી જિલ્લામાં પણ વ્યારા અને નિઝર ખાતે જિલ્લા પ્રયોજના વહીવટીદાર દ્વારા મંત્રી આર.સી.ફળદુ ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવી હતી.