રાનકુવા

વાંસદા તાલુકાના આદિવાસીઓ કંસેરી માતાની પૂજા નું આયોજન કરી રહ્યા છે. કંસેરી માતાની સાથે વાંસદા તાલુકાના કેટલાક ગામોમાં આદિવાસીઓની કુળદેવી એવી માવલી માતા ની પણ પૂજા કરવામાં આવે છે. લોકો ખૂબજ ભક્તિભાવપૂર્વક આ પૂજા કરે છેય

આદિવાસી પરિવાર કાંઈ પણ નવુ કામ કરતા પહેલા પોતાની કુળદેવીની પૂજા કરે છે. આદિવાસીઓ દિવાળી પહેલા તેમજ દિવાળી બાદ નવા ખાધની લણણી બાદ ખાધ નો ઉપયોગ કરતા પહેલા કંસેરી માતાની પૂજા કરે છે. કંસેરી માતાને આ ધાન્ય વધેરવામાં આવે છે અને ત્યાર પછી આદિવાસીઓ આ અનાજનો ઉપયોગ કરે છે. આ લણેલા અનાજને આદિવાસીઓ કંસેરી માતાની સાથે માવલી માતા ને પણ ચઢાવે છે. અને હવે આ પૂજા વાંસદા તાલુકાના અલગ અલગ ગામોમાં રાખવામાં આવી રહી છે.