‘તમે મારી સાથે જાેડાઈ જાવ, વધુ સારું રહેશે’
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
10, મે 2026  |   3465


હૈદરાબાદમાં આશરે ૯,૪૦૦ કરોડ રૂપિયાના છ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરતી વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેલંગાણાના મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા એ. રેવંત રેડ્ડી તરફ વળીને મજાકમાં કહ્યું હતું કે, ‘વધુ સારું રહેશે કે તમે મારી સાથે જાેડાઈ જાવ.’ અગાઉ રેવંત રેડ્ડીએ પોતાના ભાષણમાં વિનંતી કરી હતી કે મોદી સરકારે તેલંગાણાને તે રીતે ટેકો આપવો જાેઈએ જે રીતે મનમોહન સિંહ સરકારે ગુજરાતને આપ્યો હતો. તેના જવાબમાં સ્મિત સાથે પીએમ મોદીએ કહ્યું, કેન્દ્ર સરકારે (ભૂતપૂર્વ પીએમ મનમોહન સિંહ હેઠળ) ૧૦ વર્ષમાં ગુજરાતને જે કાંઈ આપ્યું હતું, તે હું પણ તમને આપવા તૈયાર છું... પરંતુ તે કિસ્સામાં રાજ્યને અત્યારે કેન્દ્ર પાસેથી જે મળી રહ્યું છે તેના કરતા અડધું જ મળશે, અને તમે તમારા લક્ષ્યો પૂરા કરી શકશો નહીં. એટલા માટે, વધુ સારું છે કે તમે મારી સાથે જાેડાઈ જાવ.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution