પટના-

પટનાની એક મહિલા ઉપર ગેંગરેપનો મામલો સામે આવ્યો છે. દરંદિઓએ ઘટનાને અંજામ આપીને વીડિયો વાયરલ કર્યો હતો. મળતી માહિતી મુજબ 4 લોકોએ સામુહિક બળાત્કાર ગુજાર્યો છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.

પીડિતાના નિવેદન મુજબ આ ઘટનામાં કુલ 4 લોકો સામેલ થયા હતા. આરોપીએ આ ઘટનાનો વીડિયો વાયરલ કર્યો હતો. સામૂહિક બળાત્કારની ઘટના પટનાના ગૌરીચક પોલીસ સ્ટેશન વિસ્તારના લચ્છા કચ્છુરા ટોલાની છે. કહેવામાં આવી રહ્યું છે કે પીડિત મહિલા બજારથી તેના ગામ જઇ રહી હતી. દરમિયાન 4 ગરીબ શખ્સો મહિલાને બળજબરીથી સુમસાન સ્થળે લઈ ગયા હતા. મહિલા પર ગેંગરેપ કર્યો હતો અને વીડિયો વાયરલ થયો હતો.મળતી માહિતી મુજબ, આ ઘટના લગભગ બે અઠવાડિયા જૂની છે, જેનો હમણાં જ ખુલાસો થયો છે. પોલીસ સૂત્રો કહે છે કે વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળેલા ચારે આરોપીઓની ઓળખ થઈ ગઈ છે. હાલ પોલીસે આ બનાવની તપાસ શરૂ કરી છે. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.