ડભોઇ

ડભોઇ તાલુકા માં લગ્નની લાલચ આપી શિરોલા ગામ ના યુવકે ૧૬ વર્ષ ની સગીરા સાથે વારંવાર દુષ્કર્મ આચરી સગીરા ને કૂવારી માતા બનાવતા ડભોઇ પંથક માં ચકચાર મચી જવા પામ્યો હતો જ્યારે ડભોઇ પોલીસ માં સગીરા ની માતા દ્વારા ફરીયાદ કરતાં પોલીસે યુવક અને તેની માતા ની ધરપકડ કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

ડભોઇના શિરોલા ગામે રહતા યુવકે આદિવાસી સગીરાને લગ્નની લાલચ આપી વિશ્વાસ માં લઈ વારંવાર દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવી હતી. જ્યારે તે ગર્ભવતી થઈ જતાં યુવકે તેની માતાની મદદ થી યુવતી ને તેન પરીવારો ની જાણ બહાર ગર્ભપાડવા તેમજ જનથી મારી મારીનાખવાની ધમકી આપી હતી આ વાત ની જાણ સગીરાની માતાને થતાં દુષ્કર્મ આચારનાર ચિંતન ઉર્ફે ચિંન્ટુ શૈલેષભાઈ પાટનવાડીયા રહે શિરોલા અને યુવકની માતા કોકીલાબેન શૈલેષભાઈ પાટણવાડીયા વિરુધ્ધ પોલીસ ફરીયાદ કરી હતી આ અરસામાં સગીરા એ તા.૧૧મી ઓક્ટોબર ના રોજ એક બાળકી ને જન્મ આપ્યો હતો બાડકી ને જન્મ આપતા સગીરા ને માતા એ યુવકે ને સગીરા સાથે લગ્ન કરવા જણાવેલ પણ યુવક અને તેની માતા દ્વારા જાતી અપમાનીત કરી તમારી દીકરીને જ્યાં લઈ જવી હોય ત્યાં લઈ જાવ અમારે તેને પત્ની તરીકે રાખવી નથી તેમ જણાવતા મજબૂર સગીરા ની માતા એ આખરે ડભોઇ પોલીસ સ્ટેશન ખાતે એટ્રોસિટી એક્ટ, પોસ્કો સહિત બળાત્કારની ફરેયાદ કરી હતી જે આધારે ડભોઇ પોલીસ દ્વારા શિરોલા ગામે થી યુવક ચિંતન ઉર્ફે ચિંન્ટુ શૈલેષભાઈ પાટણવાડીયા અને તેની માતા કોકીલાબેન શૈલેષભાઈ પાટણવાડીયા ની ધરપકડ કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.