વેરાવળમાં ધોળા દિવસે જાહેરમાં માથામાં ગોળી મારી યુવકની હત્યા
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
21, મે 2026  |   1980

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં બુધવારે બપોરે ધોળા દિવસે સોમનાથ ટોકીઝ વિસ્તાર નજીક આવેલી સ્કૂલ પાસે મૌલાના સહિત ચાર લોકોએ તુરક સમાજના પ્રમુખની માથામાં ગોળી મારી હત્યા કરાઇ હતી.તુરક સમાજના પ્રમુખ જાવેદ તાજવાની ઉર્ફે જાવેદ વાંદરી અને તેમના ભત્રીજાને આજે બપોરે સોમનાથ ટોકીઝ નજીક ગોળી મારવામાં આવી હતી. આ હુમલો કરીને હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. હુમલામાં માથામાં ગોળી વાગતા જાવેદ તાજવાની લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા જ્યારે સાથી ભત્રીજાે પણ ઈજાગ્રસ્ત થયો છે.ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ ગંભીર રીતે ઇજાગ્રસ્ત તાજવાનીને તાત્કાલિક સારવાર માટે સ્થાનિક સરકારી હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેમની ગંભીર હાલતને જાેતા વધુ સારવાર અર્થે જુનાગઢ ખાતે રિફર કરાયા હતા જ્યાં મોડી રાત્રે જાવેદ તાજવાનીનું મોત નીપજ્યું હતું. એફએસએલની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી, ત્યાંથી એક મોપેડ અને એક બાઈક મળી આવ્યું છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution