લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
30, જાન્યુઆરી 2026 |
2376
અમદાવાદ, અમદાવાદમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી, જેમાં સરખેજ ફતેહવાડી કેનાલ ઇઝ્રઝ્ર રોડ પર આવેલી હમીદાનગર સોસાયટીમાં રહેતા આમિર મુકીમ નામની વ્યક્તિની હત્યા કરવામાં આવી. ચાકુના ઘા મારી યુવકની પતાવી દીધો. બાળકને મારવાનો પૂર્વ પતિને કોઈએ મેસેજ કર્યો ને બબાલ થઈ હતી. અફસાના બાનુના પૂર્વ પતિ દ્વારા હાલના પતિની હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું.આમિર મુકીમ શેખની તેના ઘરની બહાર જ હત્યા કરવામાં આવી. સરખેજ પોલીસે ગુનો નોંધી આરોપી ઝડપી પાડ્યો. એમ ડિવિઝન એસીપી એ.બી. વાણંદે જણાવ્યું હતું કે, સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં ફતેવાડી વિસ્તારમાં પોલીસને મારામારી થઈ હોવાનો ફોન આવ્યો હતો. જેથી પોલીસ સ્થળ પર પહોંચી ત્યારે એક આરોપી ભાગવા જતો હતો ત્યારે પોલીસે તેને પકડી લીધો. ઇઝ્રઝ્ર રોડ પર હમીદાનગર આવેલું છે ત્યાં આમિર મુકીમ શેખ ત્યાં રહેતો હતો. તેને બીજા લગ્ન કર્યા છે અને તેની વાઇફ છે તેના અગાઉના પતિથી ૬ બાળક છે. ૨૦૨૦થી તેઓ સાથે રહેતા હતા.આરોપી અને મૃતકનો અગાઉ કોઈ ગુનાહીત ઇતિહાસ નથી.વધુમાં જણાવ્યું હતું કે, ૨૦૨૦માં પૂર્વ પતિ સાથે અલગ થઈને મહિલા તેના બીજા પતિ સાથે રહેતી હતી. પૂર્વ પતિથી આરોપીના ૬ બાળક છે. આરોપીને ખબર પડી કે આમિર મુકીમ શેખ તેના બાળકને મારે છે જેથી તે ઘટના સ્થળે પહોંચી ગયો હતો. આરોપી અને મૃતક વચ્ચે ઘર આગળ જ મારામારી થઈ હતી. જેથી આરોપીએ છરી વડે હુમલો કરતા આમિર મુકીમ શેખનું મોત થઈ ગયું હતું.
જુહાપુરામાં છરી વડે હુમલો
અમદાવાદ શહેરમાં ફરી એક વખત કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઊભા થયા.જુહાપુરાના ફતેવાડી વિસ્તારમાં જાહેરમાં એક શખસ છરી વડે એક વ્યક્તિ સાથે મારામારી કરી રહ્યો હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. આ વાઇરલ વીડિયોમાં પોલીસને પડકાર ફેંકતો હોય તેમ એક શખસ હાથમાં છરી લઈને ટ્રાફિકની વચ્ચે અન્ય વ્યક્તિ પર હુમલો કરી રહ્યો હતો.