લોકોના પ્રશ્નોના નિકાલ માટે ઝીરો ટોલરન્સ : સીએમ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
05, મે 2026  |   2574

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસૂલી અધિકારીઓને તેમની પાસે આવતા લોકોને કોઈ ખચકાટ ન રહે અને સંતોષની અનુભૂતિ થાય તેવા વર્તન-વ્યવહાર હસતા મ્હોએ કરવાની પણ શીખ આપી હતી. નાગરિકોની સમસ્યાના નિવારણ માટે ઝીરો ટોલરન્સની દિશામાં સૌ સાથે મળીને સામૂહિક ચિંતન-મંથનથી કાર્યરત રહીએ તેમ સીએમએ જણાવ્યું હુતં. ચિંતન શિબિર એ પોતાની જાત સાથે સંવાદ અને નાનામાં નાના માનવીના સુખાકારી કલ્યાણના ચિંતનનું સક્ષમ માધ્યમ છે તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે રાજ્ય સરકારના મહેસૂલ વિભાગની ત્રિદિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ કરાવતાં જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના મહત્વપૂર્ણ એવા મહેસૂલ વિભાગ અને જિલ્લાના વહિવટી વડા તરીકે કલેક્ટરોની સામૂહિક તાકાતથી સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસના કાર્યમંત્રને આપણે ગુજરાતમાં સુપેરે પાર પાડીએ. મહેસૂલ વિભાગ દ્વારા અડાલજના ત્રિમંદિર પરિસરમાં આ ત્રિદિવસીય ચિંતન શિબિર કોલોબરેટ, ઈનોવેટ એન્ડ ટ્રાન્સફોર્મ ફોર બેટર લેન્ડ ગવર્નન્સની વિષય વસ્તુ સાથે યોજાઈ રહી છે. રાજ્યના જિલ્લા કલેક્ટરો અને મહેસૂલ વિભાગના અધિકારીઓ આ ચિંતન શિબિરમાં સહભાગી થયા છે. તેમણે જણાવ્યું હતું કે, કલેક્ટરો પાસે વિશાળ સત્તાઓ છે અને લોક કલ્યાણના કામો માટે જ આપણે બેઠા છીએ ત્યારે ચિંતામુક્ત રહીને સ્પષ્ટતા અને સંવેદના સાથે પ્રશ્નોનું નિવારણ થાય તે જ આપણું દાયિત્વ હોવું જાેઈએ. મુખ્યમંત્રીએ રાજ્યના વિકાસમાં મહેસૂલ વિભાગ અને જિલ્લા કલેક્ટરોના યોગદાનની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, નાગરિકોની સમસ્યાના નિવારણ માટે ઝીરો ટોલરન્સની દિશામાં સૌ સાથે મળીને સામૂહિક ચિંતન-મંથનથી કાર્યરત રહીએ. આ અવસરે મહેસૂલ રાજ્ય મંત્રી સંજયસિંહ મહીડાએ જણાવ્યું હતું કે, વહીવટી પ્રક્રિયાને નાગરિકોની સેવા ગણીને છેવાડાના માનવીના પ્રશ્નો ઉકેલવા એ રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. ગુજરાત સરકારે ૈર્ંંઇછ અને ઇ-ધરા જેવા માધ્યમો દ્વારા ‘ફેસલેસ‘ અને ‘પેપરલેસ‘ ગવર્નન્સ અપનાવી ડિજિટલ ટ્રાન્સફોર્મેશન સાધ્યું છે. ઉદ્યોગો અને જાહેર હેતુઓ માટે જમીન ફાળવણીમાં ‘ઝીરો ડીલે’ ની નીતિ અને પારદર્શક વહીવટને કારણે ગુજરાત આજે વૈશ્વિક રોકાણકારો માટે પ્રથમ પસંદગીનું રાજ્ય બન્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ભૂતકાળની રિસર્વેની ક્ષતિઓ સુધારવા માટે હવે ડ્રોન ટેક્નોલોજી અને સેટેલાઇટ ઇમેજરીનો ઉપયોગ થઈ રહ્યો છે. ૧૩૫-ડીની નોટિસ, વારસાઈ હક અને હકપત્રકની પ્રક્રિયાઓને વધુ સરળ અને ઝડપી બનાવી છે. મુખ્ય સચિવ મનોજકુમાર દાસે મહેસૂલી તંત્રની કામગીરીને બિરદાવતા વિકસિત ભારતજ્ર૨૦૪૭ના લક્ષ્યને સાકાર કરવા માટે ટેકનોલોજી અને પારદર્શિતા અપનાવવા પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે, છેલ્લા થોડા સમયમાં મહેસૂલ વિભાગે વિકાસ પ્રોજેક્ટ્સ માટે જમીન ફાળવણીની કામગીરીમાં રેકોર્ડબ્રેક પ્રદર્શન કર્યું છે. 

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution