પાકિસ્તાનમાં આતંકી હુમલામાં 1 સૌનિકનું મોત , 3 ઘાયલ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
26, જુલાઈ 2020  |   3267

કરાંચી-

પાકિસ્તાનના અશાંત બલૂચિસ્તાન વિસ્તારના તુરબાત વિસ્તારમાં આતંકીઓએ સેનાના એક કાફલા પર હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટનામાં એક સૌનિકનું મોત થયું હતુ. ત્યારે 3 સૌનિકો ઘાયલ થયા હતા. સેનાએ જન સંપર્ક શાખાએ જણાવ્યું કે, તુરબાતથી અંદાજે 35 કિલોમીટર દુર કેચ જિલ્લાના પિદારકમાં પેટ્રોલીંગ દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીમાર કર્યો હતો.આ અથડામણમાં લાંસ નાયક ઝાવેદ કરીમનું મોત થયું છે. જ્યારે 3 સૌનિકો ઘાયલ થયા છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution