લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
14, જુલાઈ 2026 |
1881
યુરોપ ખંડ હાલમાં દાયકાના સૌથી ભીષણ અને રેકોર્ડબ્રેક હીટવેવની અસહ્ય ઝપેટમાં આવી ગયો છે. જૂનના અંતિમ સપ્તાહ દરમિયાન પશ્ચિમ યુરોપના દેશોમાં ફેલાયેલી અતિશય ગરમીએ માનવ જીવન પર ભારે વિનાશ વેર્યો છે. જાહેર થયેલા અધિકૃત મૃત્યુના આંકડાઓ મુજબ૨૨થી ૨૮ જૂન દરમિયાન સાત દિવસના ટૂંકા ગાળામાં યુરોપના ૨૭ દેશોમાં ૧૦,૬૫૦થી વધુ વધારાના મૃત્યુ નોંધાયા છે, જેનાથી સમગ્ર વિશ્વમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.યુરોપિયન સેન્ટર ફોર ડિસીઝ પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા સમર્થિત મોનિટરિંગ નેટવર્ક ‘યુરોમોમો’ના ડેટામાં આ ચોંકાવનારી વિગતો સામે આવી છે.
આ આંકડાઓ સ્પષ્ટ કરે છે કે ગરમીના કારણે મૃત્યુ પામેલા લોકોમાં ૯,૦૦૦થી વધુ વ્યક્તિઓ ૬૫ વર્ષ કે તેથી વધુ વયના વયોવૃદ્ધો છે. અતિશય ગરમીને કારણે હીટસ્ટ્રોક, હૃદયરોગ અને શ્વસનતંત્રની બીમારીઓમાં એકાએક વધારો થતાં આ મૃત્યુઆંક નોંધાયો છે.માનવસર્જિત આબોહવા પરિવર્તન મુખ્ય કારણવૈજ્ઞાનિકો અને પર્યાવરણવિદોના મતે, આ ભયાનક સ્થિતિ માટે માનવસર્જિત આબોહવા પરિવર્તન જવાબદાર છે.