ભારત તરફ આવી રહેલા ૧૧ જહાજે હોર્મુઝ માર્ગ સુરક્ષિત રીતે પાર કર્યો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
23, જુન 2026  |   1089


હોર્મુઝ જળમાર્ગમાં અવરજવર ફરી શરૂ થઈ છે. ૧૭ જૂનથી અત્યાર સુધીમાં ૧૧ ભારતીય જહાજાેએ આ માર્ગ સુરક્ષિત રીતે પાર કર્યો છે, જ્યારે ૧૦ જહાજાે હજુ રાહ જાેઈ રહ્યા છે. હોર્મુઝમાં તણાવ હોવા છતાં ભારતની ઉર્જા અને ખાદ્ય સુરક્ષા પર કોઈ નકારાત્મક અસર પડી નથી.હોર્મુઝ એ મધ્ય પૂર્વનો અત્યંત મહત્વનો દરિયાઈ માર્ગ છે, જ્યાંથી વિશ્વનું લગભગ ૨૦-૨૫% ક્રૂડ ઓઈલ અને પ્રાકૃતિક ગેસ પસાર થાય છે. ભારત પોતાની કુલ તેલની જરૂરિયાતના ૮૦-૮૫% આ જ રૂટથી આયાત કરે છે. તાજેતરમાં તણાવને કારણે અહીં અવરજવર પ્રભાવિત થઈ હતી, પરંતુ હવે સ્થિતિ સામાન્ય થઈ રહી છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે પુષ્ટિ કરી છે કે, બે ભારતીય જહાજાે આ બાજુથી ફારસની ખાડીમાં સફળતાપૂર્વક પ્રવેશી ચૂક્યા છે, જ્યારે ભારતીય ધ્વજ ધરાવતા અન્ય ૧૦ જહાજાે હજુ પણ તે વિસ્તારમાં હાજર છે. એમઓયુ પર હસ્તાક્ષર થયા બાદથી ભારત તરફ આવી રહેલા ૧૧ જહાજાે હોર્મુઝ જળમાર્ગ પાર કરી ચૂક્યા છે.

ભારતના ૩ મોટા ક્રૂડ ઓઈલ ટેન્કર - દેશ વૈભવ, દેશ વિભોર અને સનમાર હેરાલ્ડ ૮,૬૦,૦૦૦ મેટ્રિક ટનથી વધુ ક્રૂડ ઓઈલ સાથે સફળતાપૂર્વક હોર્મુઝ પાર કરી ચૂક્યા છે. આ જહાજાે પર ૯૪ ભારતીય નાવિકો સવાર છે. દેશ વૈભવ ગુજરાતના વડિનાર, દેશ વિભોર સિક્કા અને સનમાર હેરાલ્ડ ૧ જુલાઈએ ઓડિશાના પારાદીપ પહોંચશે.

જ્યારે હોર્મુઝ સંકટ ચાલી રહ્યું ત્યારે યુરિયાની અછત સર્જાઈ હોવાના અહેવાલો સામે આવ્યા હતા, ત્યારે હવે હોર્મુઝ ખુલતા ખેડૂતોને મોતી રાહત થવાની છે. માત્ર તેલ જ નહીં, પરંતુ ભારતની ખાદ્ય સુરક્ષા માટે ખાતરનો પુરવઠો પણ આ જ માર્ગે આવે છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution