ફિઝિયોથેરાપીના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો ૨૨ વર્ષીય વિદ્યાર્થીનો ગળેફાંસો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
25, માર્ચ 2026  |   વડોદરા   |   3267

વાઘોડિયા ખાતે આવેલી પારુલ યુનિવર્સિટીમાં ફિઝિયોથેરાપી ના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા અને વાઘોડિયા રોડ ઉપર આવેલ ચંદ્રગુપ્ત સોસાયટીમાં રહેતા ૨૨ વર્ષીય વિદ્યાર્થીએ રહસ્યમય સંજાેગોમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આપઘાતના બનાવ સંદર્ભે બાપોદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ચકચારી બનાવની પ્રાપ્ત વિગત એવી છે કે સુરત વરાછા વિસ્તારમાં વર્ષા સોસાયટીમાં રહેતો અને હાલ વડોદરા શહેરના વાઘોડિયા રોડ ઉપર આવેલ ચંદ્રગુપ્ત સોસાયટીમાં રહેતો અને વાઘોડિયા ખાતે આવેલી પારુલ યુનિવર્સિટીમાં ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી ઋત્વીજ વિઠ્ઠલભાઈ કલસરિયા ઉંમર વર્ષ ૨૨ ભાડે મકાન રાખીને તેના સહધ્યાય અન્ય બે મિત્રો સાથે રહેતો હતો.તે ગઈકાલે દિવસ દરમિયાન તેના સમયે કોલેજે ગયો હતો. તે બાદ સાંજે ઘરે આવ્યો હતો. રાત્રિના સમયે તેના સહધ્યાયી બે મિત્રો જમવા માટે પર ગયા હતા.

તે દરમિયાન વિદ્યાર્થી ઋત્વિજ કલસરિયા એ રહસ્યમય સંજાેગોમાં એકલતાનો લાભ ઉઠાવી રસોડામાં આવેલા પંખા ના હુક સાથે ગળે ફાંસો ખાય આપઘાત કરી લીધો હતો. તેના મિત્રો બહારથી જમીને ઘરે આવ્યા બાદ ઋત્વિજને ફાંસો ખાધેલી હાલતમાં લટકતો જાેતા તેના રૂમ પાર્ટનર બે મિત્રો ચોકી ઉઠ્યા હતા. અને બૂમો પાડી ઉઠ્યા હતા બૂમો ના કારણે અડોશ પડોશમાં રહેતા લોકો દોડી આવ્યા હતા. તેઓએ પણ આ દ્રશ્ય જાેઈને ચોકી ઉઠ્યા હતા તે બાદ આ સમગ્ર ઘટનાની જાણ બાપોદ પોલીસ તથા પરિવારજનો તથા કોલેજ કેમ્પસમાં થતા વિદ્યાર્થી આલમમાં ચકચાર મચી જવા પામી હતી.

બનાવને પગલે પોલીસ ઘટના સ્થળે આવી બનાવ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. હાલના તબક્કે વિદ્યાર્થીના આપઘાતનું કારણ અકબંધ રહેવા પામ્યું છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution