લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
18, જુન 2026 |
2475
છત્તીસગઢના કોરિયા જિલ્લામાં રેત ખનનની જૂની અદાવતમાં લોહીયાળ ખેલ ખેલાયો છે. રેત ખનન વ્યવસાય સાથે જાેડાયેલા બે જૂથો વચ્ચે થયેલા વિવાદમાં ભાજપના નેતા ભરત સિંહ સહિત ૩ લોકોને ફોર્ચ્યુનર કારમાં જીવતા સળગાવીને મારી નાખવામાં આવ્યા છે. જ્યારે અન્ય ૨ લોકોની હાલત ગંભીર છે. પોલીસે ૪ આરોપીની ધરપકડ કરી ી છે.
છત્તીસગઢ પોલીસ અધિકારીઓએ બુધવારે જણાવ્યું કે, કોરિયા જિલ્લાની સોનહત તહસીલના કટગોડી ગામમાં મંગળવારે રાત્રે ખનનના વ્યવસાયને લઈને થયેલા વિવાદમાં એક ગ્રુપે કથિત રીતે કેટલાક લોકો પર હુમલો કરી દીધો હતો, જેમાં ૩ લોકોના મોત થઈ ગયા છે અને અન્ય બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, કેટલાક લોકો બે અલગ-અલગ વાહનો એક ટોયોટા ફોર્ચ્યુનર જીેંફ અને એક સ્કોડા સેડાનમાં સવાર થઈને જઈ રહ્યા હતા, ત્યારે વિરોધી જૂથના લોકોએ કથિત રીતે તેમના પર હુમલો કરી દીધો હતો. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે હુમલાખોરોએ ફોર્ચ્યુનરને એક ટીપર ટ્રકથી ઘણી વખત ટક્કર મારી હતી, જેના કારણે કાર ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી અને તેના દરવાજા જામ થઈ ગયા હતા. આના લીધે તેમાં સવાર લોકો બહાર નહોતા નીકળી શક્યા અને બાદમાં કારમાં આગ લાગી ગઈ હતી.પ્રત્યક્ષદર્શીઓએ દાવો કર્યો કે, જે લોકો ગાડીની બારીઓ તોડીને બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા હતા, તેમના પર પણ હુમલાખોરોએ હુમલો કર્યો હતો. તેમણે જણાવ્યું કે, વાહનમાં સવાર લોકોમાંથી એક ભરત સિંહ (૬૦) જીવતા સળગી ગયા હતા, જ્યારે ફોર્ચ્યુનરમાં સવાર અન્ય બે લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે, હુમલાખોરોએ એક સ્કોડા કારને પણ નિશાન બનાવી હતી અને તેમાં સવાર બે લોકોને ગંભીર રીતે ઘાયલ કરી દીધા છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. ઘાયલોને પહેલા બૈકુંઠપુર જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને બાદમાં વધુ સારા ઈલાજ માટે અંબિકાપુરની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા.