બાંગ્લાદેશી યુવતીઓ પાસે દેહવ્યાપાર કરાવનારા ૩ નરાધમોને સખત કેદની સજા
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
19, જુન 2026  |   2277

અમદાવાદના નિકોલ પોલીસ મથકે ૨૦૨૩માં નોંધાયેલા માનવ તસ્કરી અને દુષ્કર્મના કેસમાં અદાલતે કડક વલણ અપનાવ્યું છે. મૂળ બાંગ્લાદેશના અને અમદાવાદમાં રહેતા આરોપીઓ સામે પોક્સો સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. સરકારી વકીલની દલીલો, ૨૪ સાક્ષીઓ અને ૪૫ પુરાવાઓને ધ્યાને રાખીને, અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટે બાબુ અબુલહસન મુંજલ અને શાહીદુલ શેખને ૪ વર્ષ, તેમજ જાેસીમ શેખને ૭ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. બાંગ્લાદેશી અને પુણેની દ્ગય્ર્ંની માહિતીના આધારે ૪ ઓગસ્ટ, ૨૦૨૩ના રોજ અમદાવાદ એન્ટી-હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ અને નિકોલ પોલીસે નિકોલના લાલકૃષ્ણ એપાર્ટમેન્ટમાં દરોડો પાડીને ત્રણ બાંગ્લાદેશી યુવતીઓને મુક્ત કરાવી હતી. આ મહિલાઓને ગેરકાયદેસર રીતે સરહદ પાર કરાવી ભારત લાવીને દેહવ્યાપારના ધંધામાં ધકેલવામાં આવી હતી.

પ્રથમ ભોગ બનનાર જેની આશરે ઉમર ૧૮ વર્ષ હતી, તેને તેના સાવકા પિતાએ બાંગ્લાદેશમાં આરોપી જાેસીમ સાથે લગ્ન કરાવી દીધા હતા, જે તેને ગેરકાયદે ભારતમાં લાવી વસ્ત્રાલ ખાતે આરોપી શાહીદુલના ઘરે મૂકી ગયો હતો, જ્યાં તેની પાસે પરાણે દેહવ્યાપાર કરાવવામાં આવતો હતો. બાદમાં તે નિકોલ ખાતે ભાગેડું આરોપી કામરુલ, નિર્દોષ છૂટેલ સીમા અને આરોપી બાબુના સંપર્કમાં આવી હતી. બીજી ભોગ બનનાર યુવતી ૨૦ વર્ષની હતી. જેને અન્ય મહિલા હૈદરાબાદથી લાવી હતી અને બાદમાં તે નિકોલ ખાતે દેહવ્યાપારના નેટવર્કમાં ફસાઈ હતી.

ત્રીજી ભોગ બનનાર ૩૨ વર્ષીય પરણિત મહિલા છે, જેને પાર્લરના કામની લાલચ આપીને લાવવામાં આવી હતી. કોર્ટે પોક્સોની ધારા સંદર્ભે નોંધ્યું હતું કે, પ્રથમ ભોગ બનનારની ઉંમર અંગે કોઈ સત્તાવાર સરકારી દસ્તાવેજ કે બાંગ્લાદેશી બર્થ સર્ટિફિકેટ રજૂ કરાયું નહોતું. મેજિસ્ટ્રેટ સમક્ષ  નિવેદનમાં તેણે પોતાની ઉંમર ૧૯ વર્ષ જણાવી હતી અને ઈમેલમાં ૧૮ વર્ષ દર્શાવી હતી. તબીબી ઓસિફિકેશન ટેસ્ટ પણ અનિર્ણાયક હતો.

તેથી કોર્ટે પ્રથમ ભોગ બનનારને સગીર નહીં માનતા, પરિણામે આ કેસમાં પોક્સો એક્ટ લાગુ પડતો નથી. ભોગ બનનાર એક અને બેના મૌખિક પુરાવાઓ વિશ્વાસપાત્ર જણાયા હતા કે, તેઓ મજબૂરી અને આર્થિક લાચારીના કારણે આ નેટવર્કમાં ફસાયા હતા.

જ્યારે ભોગ બનનાર ત્રણ એટલે કે ૩૨ વર્ષીય યુવતી કોર્ટ સમક્ષ ફરી ગયેલી જાહેર થઈ હતી અને તેણે કોઈ ખોટું કામ થયું હોવાનો ઇનકાર કર્યો હતો. પંચ સાક્ષીઓ હોસ્ટાઈલ થયા હતા,  સામાજિક કાર્યકરો અને પોલીસ અધિકારીઓની જુબાનીથી દરોડા અને બચાવ કામગીરી સાબિત થઈ હતી. પોલીસ તપાસમાં ઘણી ખામીઓ સામે આવી હતી જેમ કે,   વિડીયોગ્રાફી ન કરવી, ફોનના કોલ ડિટેઈલ રેકોર્ડ ન મેળવવા અને બાંગ્લાદેશ એમ્બેસીનો સંપર્ક ન કરવો. આરોપીઓ ઉપર દુષ્કર્મનો ગુન્હો સાબિત થઈ શક્યો નહોતો, પરંતુ ઇમોરલ ટ્રાફિકિંગ પ્રિવેન્શન એક્ટની કેટલીક કલમો અંતર્ગત ગુન્હો સાબિત થયો હતો. જ્યારે ચોથા આરોપી જાેશીમ ઉપર હ્યુમન ટ્રાફિકિંગનો ગુન્હો પણ સાબિત થયો હતો.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution