/
રાજકોટ સહિત રાજ્યની 6 સરકારી મેડિકલ કોલેજોમાં 30% શિક્ષકોની ઘટ

અમદાવાદ-

કોવિડ મહામારીમાં ડોક્ટરો ફ્રંટલાઈન યોધ્ધાઓ પુરવાર થયા હતા. અંડર ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓની નવી બેચ એમબીબીએસમાં પ્રવેશ મેળવવા તૈયાર છે ત્યારે માનવશરીર અને દવાની જાણકારી-અભ્યાસ કરાવી શકે તેવા શિક્ષકોની મોટી ઘટ છે.

પ્રાપ્ય ડેટા મુજબ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગર એમ છ સરકારી મેડિકલ કોલેજોમાં પ્રોફેસર, આસિસ્ટંટ પ્રોફેસરની 30 ટકા જગ્યાઓ ખાલી છે. 30 ટકા ખાલી સીટોનો મતલબ હોંશિયાર વિદ્યાર્થીઓ માટે ઓછા શિક્ષકો છે, આ કારણે રાજ્યના વિદ્યાર્થીઓ માટે પોસ્ટ-ગ્રેજ્યુએટ સીટોમાં 600નો ઘટાડો થાય છે કેમ કે વરિષ્ઠતા અને શિક્ષણના અનુભવના આધારે શિક્ષકદીઠ પોસ્ટ ગ્રેજ્યુએટ સીટ મંજૂર થાય છે.

ટોચના એક તબીબી શિક્ષણકારે જણાવ્યું હતું કે ડિપાર્ટમેન્ટલ પ્રમોશન્સ કમિટીની બેઠક એક દસકાથી નહીં મળી હોવાના કારણે જગ્યાઓ ખાલી છે. આ કારણે પ્રમોશન અટકી ગયું છે. વળી, 11 મહિનાના કોન્ટ્રેક્ટ પર મેડિકલ ટીચરો શોધવાના તફાવતના પ્રયાસો પણ અવરોધરુપ બન્યા છે. ગુજરાત મેડિકલ એજ્યુકેશન રીસર્ચ સોસાયટીની ટ્રસ્ટ દ્વારા સંચાલિત સરકારી જૂનાગઢ સહિત રાજ્યની આઠ મેડિકલ કોલેજોમાં પણ 30 ટકા શૈક્ષણિક જગ્યાઓ ખાલી છે. આવી કોલેજમાં વિદ્યાર્થીઓ રૂા. 3થી માંડી 8 લાખની ફી આપે છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution