રાજકોટ-

સીબીએસઇ અને ગુજરાત બોર્ડની પરીક્ષા રદ થયા બાદ હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર થવાની શક્યતા વર્તાય રહી છે. આ અંગે યુનિવર્સિટી દ્વારા સરકાર સાથે ચર્ચા કર્યા બાદ પરીક્ષા રદ અથવા ઓનલાઇન કરવાનો ર્નિણય જાહેર કરવામાં આવશે. આ તો થઈ પરીક્ષાની વાત પણ યુનિવર્સિટી દ્વારા અચાનક ફી પીજીની જુદી જુદી ૨૦થી વધુ પ્રકારની ફીમાં ૧૦ ટકાનો વધારો કરવાની જાહેરાત કરી હતી. જે મુદ્દે હોબાળો થતા અચાનક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ફી વધારા મુદ્દે યુ-ટર્ન લેતાં આ નિણર્ય પાછો ખેંચ્યો છે. આ અંગે કુલપતિ નીતિન પેથાણીએ જણાવ્યું હતું કે,હાલ ૧૫મી જૂને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પીજી અને યુજીના ત્રણથી ચાર હજાર વિદ્યાર્થીઓની પરીક્ષા ઓફલાઈન યોજાનાર છે. જયારે સંભવિત ૨૧મી તારીખે સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાનાર છે. હવે જાે સરકાર તરફથી કોઈ ર્નિણય જાહેર કરવામાં આવશે તો તેમાં ફેરફાર થશે/ ઉલ્લેખનીય છે કે જાે અચાનક પરીક્ષાની પદ્ધતિમાં ફેરફાર થતા વિદ્યાર્થીઓને પણ તેનો સામનો કરવો પડશે.