પાલનપુર-

કોરોના મહામારીના સમયમાં શાળાઓ બંધ હોવાથી સરકારના આદેશ અનુસાર શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્ય્šં છે પરંતુ પાલનપુરના પારપડા ગામમાં મોટાભાગના વાલીઓ પાસે સારો મોબાઈલ ન હોવાથી બાળકો ઓનલાઈન અભ્યાસ ન કરી શકતાં ગ્રામપંચાયત દ્વારા શાળા સાથે મળી એક નવતર પ્રયોગ કરીને બાળકોને ભણાવવામાં આવી રહ્યા છે. કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં કાળો કહેર વર્તાવ્યો છે ત્યારે તેની અસર સ્કૂલો પર પણ પડી છે લોકડાઉનના સમયથી જ રાજ્ય સહિત દેશભરમાં સ્કૂલો બંધ છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા સ્કૂલોને વિદ્યાર્થીઓને ઘરે બેઠા ઓનલાઈન શિક્ષણ આપવાનો આદેશ કરતાં રાજ્યની તમામ શાળાઓના શિક્ષકો દ્વારા બાળકોને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્ય્šં છે. જાેકે બનાસકાંઠા જિલ્લામાં અનેક શાળાઓના વિદ્યાર્થીઓ પાસે સારા એન્ડ્રોડ મોબાઈલ ન હોવાથી તેવો ઓનલાઈન શિક્ષણ મેળવી શકતા નથી.

આવી જ તકલીફ પાલનપુરના પારપડા ગામના વિધાર્થીઓને પડતી હતી ગામના વાલીઓ આર્થિક રીતે સદ્ધર ન હોવાથી અને વાલીઓ પાસે સારા મોબાઈલ ન હોવાથી પારપડા ગામના વિધાર્થીઓ ઓનલાઈન અભ્યાસ કરી શકતા ન હતા. તેથી શાળાના શિક્ષકોને મોટી મુશ્કેલી ઉભી થઇ હતી અને ત્યાર બાદ તેમણે ગામના સરપંચને આ બાબતની જાણ કરતા ગ્રામપંચાયત દ્વારા પારપડા ગામમાં અનેક જાહેર જગ્યાએ સ્પીકર લગાવી દીધા અને અને તેનું સમગ્ર સંચાલન ગ્રામપંચાયતમાંથી શરૂ કરાયું છે. જ્યાં શાળાના શિક્ષકો દ્વારા અલગ-અલગ વિષય વાઇઝ માઇક દ્વારા અભ્યાસ શરૂ કરાયો છે. જેથી શાળાના તમામ વિદ્યાર્થીઓ પોતાના ઘરની નજીક લાગેલા માઇકની નજીક બેસીને શાંતિથી અભ્યાસ કરી રહ્યા છે.

સરકાર દ્વારા ઓનલાઈન શિક્ષણ ચાલુ કરાતા તેમજ વિદ્યાર્થીઓ જાેડે મોબાઈલ ન હોવાથી વિદ્યાર્થીઓની તકલીફ વધી હતી અને વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકતા ન હતા પરંતુ ગ્રામ પંચાયત દ્વારા ગામના દરેક મહોલ્લામાં માઇક લગાવી દેતા વિદ્યાર્થીઓની મુશ્કેલીનો અંત આવ્યો છે. અને હવે જે જગ્યાઓ ઉપર માઇક લાગ્યા છે તે જગ્યાની નજીક બાળકો આવીને ગોઠવાઈ જાય છે અને ત્યાં જ તેમની શાળા શરૂ થઈ જાય છે અને તેવો માઇક સામે કાન રાખીને પુસ્તકો ખોલીને શિક્ષક જે વિષયનો માઇક ઉપર અભ્યાસ કરાવે તેનો વિદ્યાર્થીઓ ધ્યાનથી અભ્યાસ કરી રહ્યા છે અને વિદ્યાર્થીઓને આમ અભ્યાસ કરવામાં ખુબજ મજા પડી રહી છે.