સુરત-

શહેરમાં સુરત ડિસ્ટન્સ એજ્યુકેશન દ્વારા સુરતની 140 સ્કૂલોને ડેટા અપલોડ ન કરતા હોવાને કારણે નોટિસ ફટકારવામાં આવી છે. માનવામાં આવી રહ્યું છે કે, ડિસ્ટિક એજ્યુકેશન ઓફિસમાંથી સુરતની 140 શાળાઓના હજી સુધી જે શાળાઓએ પોતાની સ્કૂલ ડેટા અપલોડ ન કર્યા હોવાને કારણે ડિસ્ટન્સ એજ્યુકેશન દ્વારા આ સ્કૂલોને નોટિસ આપવામાં આવી છે. નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, તમારા સ્કૂલના ડેટાઓ અમને મળ્યા નથી. ડિસ્ટિક એજ્યુકેશન દ્વારા સુરતની 140 સ્કૂલોને પોતાની સ્કૂલોમાં વિજ્ઞાન પ્રવાહ, ભૌતિક, રસાયણ, જીવવિજ્ઞાનના શિક્ષકોની નિમણૂક કરી તેઓના ડેટાઓ તરત ડિસ્ટ્રિક એજ્યુકેશન ઓફિસમાં મેલ કરવા માટે કહેવામાં આવ્યું છે. ડિસ્ટિક એજ્યુકેશન ઓફિસ દ્વારા એમ જાણવા મળ્યું છે કે, આ બધી સ્કૂલોએ બુધવાર સુધી નિમણૂક કરેલા શિક્ષકોના ડેટા મળ્યા નથી જેથી અમે આવી તમામ શાળાઓને નોટિસ ફટકારી છે. સુરત ડિસ્ટ્રિક એજ્યુકેશન દ્વારા ઓનલાઇન ડેટા અપલોડ ન કરવાથી 140 સ્કૂલોને નોટિસ ફટકારવામાં આવી હતી.