૪ દિવસમાં ટીએમસીના ૪ રાજ્યસભા સાંસદોનું રાજીનામું ૨૦ લોકસભા સાંસદોનું અલગ જૂથ બન્યાનો દાવો કરાયો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
11, જુન 2026  |   2475


ટીએમસી ના રાજ્યસભા સાંસદ પ્રકાશ ચિક બરાઇક અને કોયલ મલિકે ગુરુવારે રાજ્યસભાની સભ્યપદ પરથી રાજીનામું આપ્યું. છેલ્લા ચાર દિવસમાં ૧૩માંથી ચાર રાજ્યસભા સાંસદો મમતાને છોડીને જઈ ચૂક્યા છે.૧૦ જૂને સુષ્મિતા દેવે રાજીનામું આપ્યું હતું. ૮ જૂને સુખેન્દુ શેખરે રાજ્યસભા સભ્યપદ અને પાર્ટી છોડી હતી. આ પહેલા ના બળવાખોર સાંસદ કાકોલી ઘોષે દાવો કર્યો હતો કે ૨૦ લોકસભા સાંસદો અલગ જૂથ બનાવી ચૂક્યા છે.

જ્યારે, ૮૦માંથી ૫૮ ધારાસભ્યો અલગ જૂથ બનાવી ચૂક્યા છે.આ દરમિયાન, મમતા બેનર્જીના સૌથી નજીકના સાંસદ કલ્યાણ બેનર્જીની પણ નારાજગી સામે આવી. કલ્યાણની નારાજગીનું કારણ ્નકલી સાઇન કેસ છે.

તેમણે કહ્યું કે મમતા દીદીએ નક્કી કરવું પડશે કે તેઓ મારી સાથે છે કે અભિષેક બેનર્જી સાથે. અભિષેકને વરિષ્ઠ નેતાઓનું સન્માન કરતા આવડતું નથી. તે ખૂબ જ અહંકારી છે. આ જ કારણથી પાર્ટી બરબાદ થઈ છે.

જાે મમતા દીદીને અભિષેક બેનર્જી પર જ ર્નિભર રહેવું હોય, તો તેમની સાથે રહે અને મને છોડી દે. જાે તેઓ તેમનાથી અલગ રસ્તો પસંદ કરે છે, તો હું મમતા દીદી સાથે છું.કલ્યાણની નારાજગીનું કારણ કલી સાઇન કેસ છે. તેમણે જણાવ્યું, ‘મને અડધી રાત્રે કહેવામાં આવ્યું કે આ કેસ સાથે સંકળાયેલા વકીલો બદલી દેવામાં આવ્યા છે. જેમાં હું પણ હતો. આ અપમાનજનક છે.’ અત્યાર સુધીમાં લોકસભામાં ૨૮માંથી ૨૦ અને રાજ્યસભામાં ૧૩ માંથી ૩ સાંસદો એટલે કે કુલ ૨૩ સાંસદો છોડીને જઈ ચૂક્યા છે. જ્યારે ૩ જૂને બંગાળના ૮૦માંથી ૫૮ રાસભ્યો અલગ જૂથ બનાવી ચૂક્યા છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution