માલદીવ્સને ટક્કર આપવા લક્ષદ્વીપમાં ૪૭ વર્ષ જૂની દારૂબંધી નાબૂદ કરાઇ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
09, જુન 2026  |   3762

કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપમાં કેન્દ્ર સરકારે એક મોટો ફેરફાર કર્યો છે. છેલ્લા ૪૭ વર્ષથી અમલમાં રહેલા ‘લક્ષદ્વીપ પ્રોહિબિશન રેગ્યુલેશન, ૧૯૭૯‘ને સત્તાવાર રીતે રદ કરી દેવાયો છે. આ સાથે જ ૯૭% મુસ્લિમ બહુમતી ધરાવતા આ દ્વીપસમૂહમાં હવે પરવાના (લાઇસન્સ) ધરાવતી દુકાનો અને આઉટલેટ્સ દ્વારા નિયંત્રિત પદ્ધતિથી દારૂના વેચાણને મંજૂરી મળશે. ૫ જૂનના રોજ જાહેર કરાયેલા ગેઝેટ નોટિફિકેશન દ્વારા આ નવો ર્નિણય લેવાયો છે.

જૂની સંપૂર્ણ દારૂબંધીના સ્થાને હવે ‘લક્ષદ્વીપ આબકારી નિયમન, ૨૦૨૬‘ લાગુ કરાયો છે. આ કાયદો દારૂના ઉત્પાદન, આયાત-નિકાસ, પરિવહન, વેચાણ અને વપરાશને નિયંત્રિત કરવા માટે એક કડક લાઇસન્સિંગ ફ્રેમવર્ક પૂરું પાડે છે. આ નિયમ હેઠળ સરકારી માલિકીની કોર્પોરેશનો અને એજન્સીઓ પણ આલ્કોહોલિક

પીણાના રિટેલ વેચાણ માટે લાઇસન્સ મેળવી શકશે.

જાે કે, અહીંની સ્થાનિક સામાજિક અને ધાર્મિક સ્થિતિઓને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે દારૂ પર એક્સાઇઝ ટેક્સ અત્યંત ઊંચો રાખ્યો છે. નવા કાયદા હેઠળ પણ લક્ષદ્વીપના એડમિનિસ્ટ્રેટર પાસે દારૂના વપરાશ પર નિયંત્રણ રાખવા, ખરીદીની મર્યાદા નક્કી કરવા અને જરૂર જણાયે લક્ષદ્વીપના કોઈપણ ભાગમાં ફરીથી સંપૂર્ણ દારૂબંધી લાદવાની સર્વોચ્ચ સત્તા સુરક્ષિત રાખવામાં આવી છે. આ ઉપરાંત, ૨૧ વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિને દારૂ વેચવા પર વર્ષ ૨૦૧૧ની વસતી ગણતરી મુજબ, લક્ષદ્વીપની કુલ ૬૪,૪૭૩ વસ્તીમાંથી ૬૧,૧૨૦ નાગરિકો અનુસૂચિત જનજાતિ કેટેગરીમાં આવે છે. અહીં મુસ્લિમ વસ્તીનું પ્રમાણ ૯૭% છે, જે ભારતમાં સૌથી વધુ છે.

ઇસ્લામ ધર્મમાં દારૂના સેવન પર પ્રતિબંધ હોવાથી, સ્થાનિક ધાર્મિક-સાંસ્કૃતિક માન્યતાઓને માન આપીને ૧૯૭૯માં દારૂબંધી લાદવામાં આવી હતી. ગુજરાત અને બિહારની જેમ લક્ષદ્વીપ પણ ‘ડ્રાય સ્ટેટ/ેં્’ હતું. આ પ્રતિબંધ પ્રવાસીઓ માટે ૧૦૦% નહોતો. સરકારી અધિકારીઓ અને વિદેશી પ્રવાસીઓ માટે કવરત્તી અને બાંગારામ ટાપુઓ પર આવેલા સરકારી રિસોર્ટ અને બારમાં મર્યાદિત માત્રામાં દારૂની છૂટ પહેલેથી જ હતી. આ ફેરફાર પાછળનો મુખ્ય હેતુ લક્ષદ્વીપને આંતરરાષ્ટ્રીય સ્તરનું પ્રવાસન સ્થળ બનાવવાનો છે. પ્રશાસનનું માનવું હતું કે કડક દારૂબંધીના કારણે લક્ષદ્વીપ માલદીવ્સ જેવા હરીફ દેશોની સરખામણીમાં પ્રવાસીઓને આકર્ષવામાં પાછળ રહી જતું હતું. માલદીવ્સ પણ મુસ્લિમ દેશ હોવા છતાં ત્યાંના પ્રવાસી રિસોર્ટ્સમાં વિદેશીઓ માટે દારૂ સરળતાથી ઉપલબ્ધ હોય છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution