જકાર્તા-

હનુમાનજીને પવનપુત્ર કહેવાય છે, કેમ કે, પવનદેવ તેમના પિતાજી હતા. ઈન્ડોનેશિયામાં કૈંક આવી જ વાત એક બહેને કરતાં કહ્યું હતું કે, પવનની લહેરખીથી તેમને ગર્ભ રહી ગયો હતો. ઈન્ડોનેશિયાના દક્ષિણી પ્રાંત વેસ્ટ જાવાના શિયાન્જુર શહેરની એક હોસ્પિટલમાં એક બહેને ગયા અઠવાડિયે પુત્રીને જન્મ આપ્યો હતો. સીતી ઝૈના નામની આ યુવતીએ એક વિચિત્ર વાત કરી હતી. 

આ યુવતીએ એવો દાવો કર્યો હતો કે, પોતે ગર્ભવતી થયાના એકાદ કલાકમાં જ તેને હોસ્પિટલ લાવવામાં આવી હતી અને તેણે એક તંદુરસ્ત બાળકીને જન્મ આપ્યો હતો. આ બાળકીનું વજન 2.9 કિલો હતું અને ડોક્ટરોએ કહ્યું હતું કે, માતા અને પુત્રી બંનેની તબિયત ખૂબ સારી છે. ઝૈનાએ પોતાનો આવો વિચિત્ર દાવો કરતાં તેને મળવા મિડિયાવાળા પહોંચી ગયા હતા અને આખરે પોલીસે પણ તેના આવા વિચિત્ર દાવાની વિગત લેવા જવું પડ્યું હતું. તેણે કહ્યું હતું કે તે જ્યારે હું મારા બેડરૂમમાં ઉંધી પડીને સૂતી હતી ત્યારે એકાએક પવન આવ્યો હતો અને તે મારી યોનિમાં પ્રવેશ્યો હતો. જેને પગલે મને ગર્ભ રહી ગયો હતો. કલાકેકમાં તો મને દુઃખાવો ઉપડતાં મને આખરે હોસ્પિટલમાં ખસેડવી પડી હતી એવો દાવો તેણે કર્યો હતો. તેના દાવાની તપાસ કરવા માટે સ્થાનિક સત્તાવાળાઓ પણ પહોંચી ગયા હતા.