કંપનીમાં કન્ફર્મેશન વિના નોકરીનાં નામે રાંદેરનાં યુવકને પોલેન્ડ મોકલી દેવાયો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
13, જુન 2026  |   2475

રાંદેર રામનગર રંગઅવધૂત સોસાયટીમાં રહેતાં સંદીપ વાઘમોડે ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેમનો નાનો ભાઈ કપિલ વર્ષ ૨૦૧૮માં તેઓ અડાજણ ગંગેશ્વર મહાદેવ મંદિર પાસે રૃત્વન એપાર્ટમેન્ટમાં આવેલી ઓટો પાર્ટ્સની દુકાનમાં કામ કરતો હતો. જ્યાં ગાડીના કામકાજ માટે આવેલા નિલેશ સોલંકી સાથે તેને ઓળખાણ થઇ હતી. એ સમયે નિલેશે તે ગલ્ફ તથા પોલેન્ડ કન્ટ્રીનું વર્ક વિઝા અપાવવાનું કામકાજ કરતો હોવાનું જણાવ્યું હતું.

કપિલે તેને પોલેન્ડ કન્ટ્રીમાં મારા જવા બાબતેની વાતચીત કરી હતી. નિલેશે ૪.૧૦ લાખ રૂપિયા ફી જણાવી પાંચેક મહિનામાં કામ કરી આપવાની તૈયારી બતાવી હતી. તેણે ૩.૧૦ લાખ એડવાન્સ અને બાકીના પૈસા પોલેન્ડમાં કામે લાગ્યા બાદ આપવા આપવા જણાવ્યું હતું. જેથી સંદીપ વાઘમોડેને પોલેન્ડ મોકલવા માટેનું કામ સપ્ટેમ્બર ૨૦૧૯માં અપાયું હતું. નિલેશ સોલંકીને સંદીપે ટુકડે ટુક્ડે રોકડા ૨,૧૩,૫૦૦ રૂપિયા આપ્યા હતાં. વિઝા એપોઇન્ટમેન્ટની તારીખ લેવાના નામે ૬૦ હજાર, એર ટીકીટના ૭૦ હજાર, વિઝા ફી પેટે ૫૦ હજાર અને ટ્રાવેલીંગ પરચૂરણ ખર્ચના ૭૦ હજાર મળીને કુલ ૨,૫૦ લાખ રૂપિયા લીધા હતાં.૪,૬૩,૫૦૦ રૂપિયા ખર્ચ કરીને સંદીપ વાઘમોડે પોલેન્ડ દેશના એરપોર્ટ પર પહોંચ્યા હતાં. જ્યાં એરપોર્ટ પર ઈમિગ્રેશન અધિકારીઓ સંદીપને રોકી તેમને જે કંપનીમાં નોકરીનું કહી મોકલાયા ત્યાં એ અંગે તપાસ કરી હતી. જાે કે, જાેબ લેટર આપનાર કંપનીમાં સંદીપના આવવા અંગે જાણ કરવામાં આવી ન હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે નિલેશ સોલંકીને જાણ કરાતાં તેણે પરત આવી જાઓ, જે ખર્ચ થયો એ હું ચૂકવી દઇશ એમ કહેતાં સંદીપ પરત આવી ગયો હતો. ત્યારબાદ નિલેશે ૧.૮૦ લાખ ચૂકવ્યા હતાં, જ્યારે બાકીના ર,૮૩,૫૦૦ રૂપિયા બાબતે તેણે વાયદાનો વેપાર કરતા આખરે સંદીપે વિશ્વાસઘાત છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાવી હતી.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution