/
યુવકે દલાલ મારફત ઔરંગાબાદની યુવતી સાથે લગ્ન કર્યા: લગ્નથી પિતા નારાજ છે કહી એક જ દિવસમાં દુલ્હન રફુચક્કર થઈ

જૂનાગઢ,તા.૩૧

જૂનાગઢના એક પેટ્રોલ પંપમાં ફિલર તરીકે નોકરી કરતા વિજયના લગ્ન થતા ન હોવાથી તેણે તેની સાથે પેટ્રોલ પંપમાં નોકરી કરતી એક વ્યક્તિ સાથે લગ્ન બાબતે વાતચીત કરી હતી.ધોરાજીમાં જ રહેતા સિરાજનો નંબર આપ્યો હતો, જેથી વિજયે સિરાજ સાથે વાતચીત કરતા તેણે વિજયને તેમના ઘરે બોલાવ્યો હતો.જેથી સિરાજે કહ્યું કે આ છોકરી ઝાલના ગામ ઔરંગાબાદ, મહારાષ્ટ્રમાં રહે છે અને આ છોકરીને મળવાના ૨૦,૦૦૦ દલાલી આપવી પડશે. જેને પગલે વિજય અને તેનાં બા તેમજ સિરાજ ઔરંગાબાદ છોકરી જાેવા માટે પહોંચ્યાં હતાં. સિરાજે વિજય અને તેનાં બાની ઔરંગાબાદમાં રહેતી ઝરીના નામની મહિલા સાથે મુલાકાત કરાવી હતી. જ્યાં ઝરીનાએ વિજય અને તેનાં બાની મુલાકાત મૌલાના સાથે કરાવી હતી. મૌલાનાએ પૂજા સુનીલ જાદવ નામની છોકરી સાથે મુલાકાત કરાવી હતી. તેની સાથે એક રમેશ નામની વ્યક્તિની પણ મુલાકાત કરાવી હતી. આ રમેશ અને પૂજા ભાઈ-બહેન હોવાનું કહ્યું હતું. છોકરી જાેવા આવેલા વિજયની પૂજા સાથે વાતચીત કરાવ્યા બાદ વિજયને છોકરી પસંદ આવી જતાં લગ્ન કરવાનું નક્કી થયું હતું. જેથી વિજયે સિરાજને તેની દલાલીના ૨૦,૦૦૦ આપ્યા બાદ છોકરીનાં સગાં-વહાલાંએ પૂજાને સાચવી હતી માટે તમારે રૂ.૧,૫૦,૦૦૦ તેને આપવા પડશે, એવું કરતાં વિજય જૂનાગઢ રહેતા પોતાના ભાઈને કહી આંગડિયા મારફત રૂ ૧,૫૦,૦૦૦ મગાવ્યા હતા, જે ધોરાજીના સિરાજના આપી દીધા હતા. આ ૧,૫૦,૦૦૦માંથી ૫૦,૦૦૦ ઝરીનાને આપતાં એમાંથી તેણે રૂ.૨૫,૦૦૦ સિરાજને આપી દીધા હતા તેમજ ૧ લાખ રૂપિયા મૌલાનાને આપ્યા હતા, જેથી મોલાનાએ થોડા રૂપિયા પોતે રાખીને બાકીના રૂપિયા પૂજા અને તેના ભાઈ રમેશને આપી દીધા હતા. બાદમાં આ તમામ લોકોએ વિજય અને યુવતી બન્નેને હાર પહેરાવવાની વિધિ કરી હતી. એ બાદ ત્રણેય લોકો જૂનાગઢ પરત આવ્યાં હતાં. આ દરમિયાન પૂજા એક દિવસ રોકાઈ હતી. ત્યાં બીજા દિવસે પૂજાના ભાઈનો ફોન આવ્યો કે આપણા ઘરે ફેમિલી પ્રોબ્લેમ છે. આ લગ્નથી પિતા નારાજ છે, જેથી તારે પરત આવવું પડશે, એ બાદ પૂજા મુંબઈ જવા નીકળી ગઈ હતી. ત્યાર બાદ બે માસ જેટલો સમય વીત્યા છતાં પૂજા પરત ન આવતાં યુવકને છેતરપિંડીનો ભોગ બન્યાની જાણ થઈ હતી, જેથી તેમને એ ડિવિઝનમાં પાંચ શખસ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. એને આધારે બી ડિવિઝન પોલીસે ધોરાજીના દલાલ સિરાજને ઝડપી પાડ્યો હતો. આ કિસ્સામાં અન્ય આરોપીને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યાં છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution