હૈદરાબાદમાં જન્માષ્ટમીની શોભાયાત્રામાં દુર્ઘટના, રથ વીજના તાર સાથે અથડાતા 5 ભક્તોના મોત
18, ઓગ્સ્ટ 2025 હૈદરાબાદ   |   3168   |  

રથ  હાઈ ટેન્શન વાયરના સંપર્કમાં આવતાં કરંટ લાગવાથી દૂર્ધટના સર્જાઈ

હૈદરાબાદમાં જન્માષ્ટમી ઉત્સવ દરમિયાન ગઈકાલે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. રામંતાપુર વિસ્તારમાં ભગવાન શ્રીકૃષ્ણની શોભાયાત્રા દરમિયાન અચાનક રથ ઉપરથી પસાર થઈ રહેલા હાઈટેન્શન વાયરના સંપર્કમા આવતા કરંટ લાગવાથી ઘટનાસ્થળે ભક્તોમાં દોડધામ સર્જાઈ હતી. જેમાં કરંટ લાગવાથી પાંચ શ્રદ્ધાળુઓના મોત થયા હતા. જ્યારે ચાર જેટલા ભક્તો ઈજાગ્રસ્ત થયાં હતા. ઈજાગ્રસ્તોમાં કેન્દ્રીય મંત્રી કિશન રેડ્ડીનો ગનમેન પણ સમાવેશ થાય છે.

ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તેમની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ દુર્ઘટના રવિવારે રાત્રે 12 વાગ્યાની આસપાસ રામંથપુર વિસ્તારમાં બની હતી. મૃતકોની ઓળખ ક્રિષ્ના યાદવ, શ્રીકાંત રેડ્ડી, રૂદ્ર વિકાસ, સુરેશ યાદવ અને ક્રિષ્ના તરીકે થઈ છે.

કેન્દ્રીય મંત્રી કિશન રેડ્ડીનો ગનમેન પણ આ શોભાયાત્રામાં સામેલ હતો. જેને પણ ગંભીર ઈજા થઈ છે. ભગવાન કૃષ્ણનો રથ ખેંચતી વખતે રથ અચાનક ઉપરથી પસાર થઈ રહેલા હાઈ ટેન્શન વાયરના સંપર્કમાં આવતાં કરંટ લાગવાથી આ દૂર્ધટના સર્જાઈ હતી.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution