18, ઓગ્સ્ટ 2025
મુંબઈ |
2772 |
હાઇટાઇડનું એલર્ટ, 18-19 ઓગષ્ટે ભારેથી અતિભારે વરસાદની આગાહી
ઓગસ્ટ મહિનામાં વરસાદનો માહોલ જોવા મળી રહ્યો છે. શ્રાવણ માસ પૂર્ણ થવાને આરે છે ત્યારે અનેક રાજ્યોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. દેશની આર્થિક રાજધાની મુંબઇમાં સતત વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. સતત વરસી રહેલા વરસાદના કારણે અનક વિસ્તારોમાં રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે. લોકોને ઓફિસ અને શાળાએ જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રોજિંદા કામકાજ કરવું મુશ્કેલ બન્યું છે. જ્યારે વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગઈ છે. લોકો કલાકોના કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયા છે. મરીન ડ્રાઇવ ખાતે હાઇટાઇડનું પણ એલર્ટ અપાયું છે.
ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ ચાલુ રહી શકે છે. હવામાન વિભાગે 18 અને 19 ઓગસ્ટ સુધી મુંબઈના ઘણા વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે
હવામાન વિભાગે મુંબઈ સહિત મહારાષ્ટ્રના કોંકણ ક્ષેત્રના વિવિધ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ આપ્યું છે. 18 થી 19 ઓગસ્ટ સુધી થાણે અને પાલઘર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ રહેશે. તે જ સમયે, રત્નાગિરિ જિલ્લામાં 18 ઓગસ્ટે ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.