18, ઓગ્સ્ટ 2025
એથેન્સ |
2871 |
પાયલોટ એક એન્જીન પર ઇટલી વિમાન સુરક્ષીત ઉતાર્યુ
વિમાન ગ્રીસના કોર્ફુથી જર્મની 273 પ્રવાસીઓને લઈને જઇ રહેલા એક વિમાનના એન્જિનમાં અચાનક આગ લાગી હતી. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. ઉડાન ભર્યાના થોડાંક સમય બાદ વિમાનના એન્જીનમાં આગી ગઇ હતી. આ વિમાન ઘણી ઉંચાઇ પર ઉડાન ભરી રહ્યુ છે..
મળતી માહિતી પ્રમાણે આ વિમાનમાં 273 યાત્રી અને 8 ક્રૂ મેમ્બર સવાર હતા. D-ABOK બોઇંગ 757-300 કોર્ફૂના રનવે 34થી ઉડાન ભરી ચૂક્યુ હતુ. ઉડાન ભર્યા બાદ તેના ડાબા એન્જિનમાં અચાનક ધડાકા થયા અને આગ લાગી હતી. 1500 ફીટની ઉંચાઇ પર એન્જીનમાં ખરાબી આવી હતી. પરંતુ એક જ એન્જીન પર પાયલોટ વિમાનને 8000 ફીટની ઉંચાઇ પર લઇ ગયો. પાછા ફરવાની જગ્યાએ તે વિમાનને ઇટલી લઇ ગયો.
આગ લાગ્યા બાદ પાયલોટે એ એન્જિન બંધ કરી દીધુ અને પછી ઇટલી તરફ લઇ ગયો. ઉડાન ભર્યાના લગભગ 30 મિનિટ બાદ વિમાન ઇટલીના બ્રિંડિસીમાં સુરક્ષિત રીતે લેન્ડિંગ કરાવ્યુ. ત્યાર પછી અન્ય એક બોઇંગ 757-300 વિમાન દ્વારા યાત્રીઓને રવાના કર્યા હતા.