18, ઓગ્સ્ટ 2025
અમદાવાદ |
2871 |
પવિત્ર શ્રાવણ માસનો આજે અંતિમ સોમવાર છે. ત્યારે આજના પાવન દિવસે રાજ્યભરના વિવિધ શિવાલયો ભક્તોની ભારે ભીડ ઉમટી છે. સવારથી જ શિવ મંદિરોમાં ભક્તોની લાંબી કતારો લાગેલી જોવા મળી રહી છે. ભોળાનાથ શંભુની પૂજા-અર્ચના કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે મોટી સંખ્યામાં ભક્તો શિવાલયોમાં ઉમટ્યાં છે.
સમગ્ર શ્રાવણ મહિના દરમિયાન શિવ ભક્તોએ ભક્તિભાવપૂર્વક ભોળાનાથની પૂજા કરી હતી. ત્યારે આજે છેલ્લા સોમવારે શિવલિંગ પર દૂધ, બિલિપત્ર અને પુષ્પ અર્પણ કરીને વિશેષ અભિષેક કરવામાં આવી રહ્યો છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારોના શિવાલયોને પણ સુંદર રીતે શણગારવામાં આવ્યા છે. ઉપરાંત વિવિધ શિવ મંદિરોમાં અભિષેક, લધુરૃદ્ર સહિતના ઘાર્મિક કાર્યક્રમો જ્યારે સાંજના સમયે ભજન સંધ્યા સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.