એશિયા કપ : ટીમ ઇન્ડિયામાં કયાં પ્લેયર્સના નામ પર મહોર લાગી શકે
18, ઓગ્સ્ટ 2025 મુંબઈ   |   2871   |  

પ્લેઇંગ ઇલેવનમાં અભિષેક શર્મા, સંજુ સેમસન, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, જીતેશ શર્મા, હાર્દિક પંડ્યા સહિતના સ્થાન નિશ્ચિત

એશિયા કપને લઈને ભારત તરફથી કયા ખેલાડીઓ રમશે તેને લઈને 20 ઓગસ્ટના રોજ પ્લેઇંગ ઇલેવનની સત્તાવાર જાહેરાત કરાશે. આ કપમાં અત્યારે તમામ પ્લેયર્સના ફિટનેસ ટેસ્ટની પ્રક્રિયા ચાલુ છે.

સૂર્ય કુમાર યાદવે ફિટનેસ ટેસ્ટ પાર કરી લીધો છે. સંભવત તેમને ટીમની કપ્તાની સોંપવામાં આવે તેવી શક્યતાં છે. જ્યારે ટેસ્ટ સિરીઝમાં નોંધપાત્ર પ્રદર્શન કરનાર શુભમન ગિલને વાઈસ કેપ્ટન બનાવવામાં આવે તેવી પણ શક્યતા છે. આગામી સપ્ટેમ્બર મહિનામાં યુએઈમાં રમનાર એશિયા કપ તા. 9 થી શરૂ થશે અને 28 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થશે.

જોકે, એશિયા કપમાં ભારતીય ટીમમાં પ્લેઈંગ ઇલેવનમાં અભિષેક શર્મા, સંજુ સેમસન, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, જીતેશ શર્મા, હાર્દિક પંડ્યા, અર્શદીપ સિંહ, તિલક વર્મા, , વરુણ ચક્રવર્તી, અક્ષર પટેલ અને રિંકુ સિંહ સહિતના ખેલાડીઓનું સ્થાન નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે.

જ્યારે એશિયા કપમાં ભારતીય ટીમમાં સ્થાન મેળવવા બોલરો વચ્ચે સ્પર્ધા છે. જેમાં જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણામાંથી કોની પસંદગી થશે તે અંગે અટકળો શરૃ થઈ છે. આ ઉપરાંત શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, યશસ્વી જયસ્વાલ, શિવમ દુબે અને નીતિશ કુમાર રેડ્ડી વચ્ચે પણ સિલેકશનને લઈને કટ્ટર સ્પર્ધા જોવા મળશે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution