લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
06, ઓગ્સ્ટ 2025 |
23859
ગાંધીનગર રાજ્યના સૌરાષ્ટ્રના ખેડૂતોની માંગણીઓને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા આજે મહત્વપૂર્ણ ર્નિણય લેવામાં આવ્યા છે. જેના અંતર્ગત સૌરાષ્ટ્રના ખેડૂતોને તેમજ નાગરિકોને સૌની યોજના મારફત નર્મદાનું વધારાનું પાણી આપવામાં આવશે. આ ઉપરાંત ખેડૂતોની માંગણીઓને ધ્યાનમાં રાખીને ખેતી માટે અપાતી વીજળી હવેથી આઠ કલાકને બદલે ૧૦ કલાક આપવામાં આવશે. તેમજ ઉત્તર ગુજરાતનાં ખેડૂતોની માંગણી આવશે તો તેમને પણ સુજલામ સુફલામ યોજના મારફત નર્મદાનું પાણી પરિસ્થિતીને અનુલક્ષીને આપવામાં આવશે તેમ સરકારના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. રાજ્યમાં પ્રવર્તમાન વરસાદની પરિસ્થિતિને પગલે આજરોજ ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં મહત્વપૂર્ણ ર્નિણય લેવામાં આવ્યા હતા. જેમાં સૌરાષ્ટ્રના નાગરિકોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા ર્નિણય લેવાયા છે. જે અંગે સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, વરસાદ લંબાવવાના કારણે સર્જાયેલ પરિસ્થિતિ અને લોકોની રજૂઆતોને ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્રના નાગરિકો અને ખેડૂતોને નર્મદાના વધારાના પાણીમાંથી સૌની યોજના મારફતે પાણીનો જથ્થો આપવાનો ર્નિણય કરાયો છે. સરકારના પ્રવકતા મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રના ખેડૂતોની રજૂઆતો રાજ્ય સરકાર સમક્ષ આવી હતી, જેને પગલે સરકાર દ્વારા આ ર્નિણય લેવામાં આવ્યો છે. રાજ્યના નાગરિકો અને ખેડૂતોને કોઇપણ પ્રકારની હાલાકી ન પડે, સમયસર પીવા તેમજ સિંચાઇનું પાણી મળી રહે તે માટે નર્મદાના વધારાના પાણીને સૌરાષ્ટ્રના નાગરિકોને સૌની યોજના મારફતે આપવાનો ર્નિણય કરાયો છે. આ વર્ષે ગુજરાતના કેટલાક વિસ્તારમાં ખૂબ જ સારો વરસાદ જાેવા મળ્યો છે, જ્યારે અન્ય કેટલાક વિસ્તારોમાં વરસાદ ખેંચાયો છે. ઉત્તર ગુજરાતમાં પણ કેટલાક વિસ્તારમાં વરસાદ ખેંચાયો છે. આ સંજાેગોમાં જાે ઉત્તર ગુજરાતના નાગરિકોની રજૂઆત આવશે તો તેમને પણ પરિસ્થિતિ અને પાણીના જથ્થાને ધ્યાનમાં રાખીને સુજલામ સુફલામ મારફતે પાણી આપવામાં આવશે તેમ પણ પ્રવકતા મંત્રીએ જણાવ્યું હતું. સરકારના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે કેબિનેટમાં લેવાયેલા અન્ય એક મહત્વપૂર્ણ ર્નિણય અંગે જણાવ્યું હતું કે, આ ઉપરાંત સૌરાષ્ટ્રના કુલ ૧૧ જિલ્લાઓમાં હાલમાં ૮ કલાક વીજળી અપાય છે તેના બદલે હવેથી ૧૦ કલાક વીજ પુરવઠો આપવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રના જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, અમરેલી, ભાવનગર, બોટાદ, જૂનાગઢ અને ગીર સોમનાથ એમ કુલ ૧૧ જિલ્લામાં ૧૦ કલાક કૃષિ વિષયક વીજ પુરવઠો આપવાનો રાજ્ય સરકાર દ્વારા ર્નિણય લેવામાં આવ્યો છે.