લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
16, જુન 2026 |
1980
સંઘ લોક સેવા આયોગ UPSC) પ્રિલિમ્સ ૨૦૨૬નું પરિણામ સોમવારે રાત્રે જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામની સાથે જ યુપીએસસી પ્રિલિમ્સ ૨૦૨૬ને લઈને નવો વિવાદ શરૂ થઈ ગયો છે.
કોંગ્રેસના વિદ્યાર્થી સંગઠન નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઈન્ડિયા દ્વારા યુપીએસસી પ્રિલિમ્સ ૨૦૨૬માં કથિત ગેરરીતિ અને પેપર લીક થવાની આશંકા વ્યક્ત કરાઇ છે. દેશમાં ચાલી રહેલા દ્ગઈઈ્ પેપર લીક વિવાદની વચ્ચે હવે યુપીએસસી પ્રિલિમ્સને લઈને નવો હોબાળો મચી ગયો છે.એનએસયુઆઈના રાષ્ટ્રીય અધ્યક્ષ વિનોદ જાખડે યુપીએસસી પ્રિલિમ્સ ૨૦૨૬માં ગેરરીતિ અને પેપર લીકની આશંકા વ્યક્ત કરી છે. જાખડે આ અંગે એનએસયુઆઈના સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ પરથી એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં તેમણે આરોપ લગાવતા કહ્યું કે, ‘૨૪ મેના રોજ યોજાયેલી પ્રિલિમ્સ પરીક્ષા આપનારા કેટલાક ઉમેદવારો એનએસયુઆઈ ઓફિસે આવ્યા હતા, જેમણે પ્રિલિમ્સનું પેપર લીક થયું હોવાની શંકા વ્યક્ત કરી છે. તેઓએ દાવો કર્યો છે કે, યુપીએસસી પ્રિલિમ્સ ૨૦૨૬ની પરીક્ષામાં પૂછાયેલા ૧૦૦ માંથી ૮૨ સવાલો એક ખાનગી કોચિંગ સંસ્થા ‘અનંતમIAS’ દ્વારા તૈયાર કરવામાં આવેલા સ્ટડી મટીરિયલ સાથે મેળ ખાય છે. જાખડે એવો પણ આક્ષેપ કર્યો છે કે, યુપીએસસી પ્રિલિમ્સ ૨૦૨૬માં પૂછાયેલા ઘણા સવાલો માત્ર ખાનગી કોચિંગ સંસ્થાના સ્ટડી મટીરિયલને મળતા આવતા હતા એટલું જ નહીં, પરંતુ તે સવાલોની ભાષા અને તેની રજૂઆત પણ બિલકુલ તેના જેવી જ હતી.જાખડે આ ખાનગી કોચિંગ સંસ્થા પર મિલીભગતનો આરોપ લગાવ્યો છે. જાખડે આક્ષેપ કર્યો કે, યુપીએસસી પ્રિલિમ્સની પરીક્ષા પૂરી થયા પછી આ ખાનગી કોચિંગ સંસ્થા દ્વારા સંબંધિત સ્ટડી મટીરિયલમાં ફેરફાર કરવામાં આવ્યા હતા