ડર્ટી કેકના વિવાદ બાદ નિયા શર્માએ બોલ્ડ ફોટો કર્યા શેર,બોલી હવે ડ્રામા શરૂ ન કરી દેતા
04, નવેમ્બર 2020 1584   |  

મુંબઇ 

ગત દિવસોમાં તેની બર્થ ડે પર ડર્ટી કેક કાપવા પર નિયા શર્મા ખુબજ ટ્રોલ થઇ હતી. હાલમાં તેણે નવી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે જેમાં તેણે કેપ્શનમાં લખ્યું છે કે, જુઓ હવે ડ્રામા શરૂ ન કરી દેતા, કે પછી ન કહેતા કે આનાંથી નફરત છે.

ટીવી એક્ટ્રેસ નિયા શર્મા સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ છે. સોશિયલ મીડિયા પર ઘણી વખત તે પોસ્ટ શેર કરતી રહે છે. જેને કારણે તે ટ્રોલર્સનાં નિશાને આવી જાય છે. નિયા શર્માએ હાલમાં જ નવી તસવીરો શેર કરી છે. જેને શેર કરતાં તેણે કેપ્શન એવી લખી છે કે સૌ કોઇનું ધ્યાન જાય. ટીવી એક્ટ્રેસ નિયા શર્મા સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ છે.

નિયાની આ પોસ્ટથી સ્પષ્ટ થાય છે કે તે ટ્રોલર્સને ઇશારો કરી રહી છે જેથી તેનાં વિશે કંઇ ખરાબ બોલતા પહેલાં તેઓ 10 વખત વિચારે. ટીવી પર બહેનોનાં રોલમાં નજર આવેલી નિયાની કોસ્ટાર ક્રિસ્ટલ ડિસૂઝાએ આ તસવીર પર લખ્યું છે, મને યાદ છે આજથી 10 વર્ષ પહેલાં મે અહીં જ તારી તસવીર ક્લિક કરી હતી. બ્લેક ડ્રેસમાં આ ગ્લો સાચેમાં અસલી છે. નિયા શર્માએ આ ફોટોશૂટમાં દરેક તસવીર કમાલની છે નિયાનાં ફેન્સ તેનાં પર ખુબ બધી કમેન્ટ્સ કરી રહ્યાં છે.  



© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution