લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
18, જુન 2026 |
2079
અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ સમાપ્ત કરવા માટે વચગાળાના કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે રાત્રે ફ્રાન્સના પેલેસમાં આ સંબંધિત એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા. આ દરમિયાન ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન હાજર હતા. ટ્રમ્પ પછી ઈરાની રાષ્ટ્રપતિ મસૂદ પજશકિયાને પણ ઈરાનથી ઇલેક્ટ્રોનિક હસ્તાક્ષર કર્યા હતા. કરારની જાહેરાત ભારતીય સમય મુજબ ગુરુવારે સવારે ૫:૩૦ વાગ્યે કરવામાં આવી હતી. તે તાત્કાલિક અસરથી લાગુ થઈ ગયો છે. આ કરાર હેઠળ ઈરાન અને લેબનોનમાં સૈન્ય કાર્યવાહી સમાપ્ત કરવામાં આવશે. હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખોલવામાં આવશે અને અમેરિકાની નૌકાદળની નાકાબંધી સમાપ્ત કરવામાં આવશે. આ કરાર પર ૧૯ જૂને સ્વિટ્ઝર્લેન્ડમાં જીનીવા નજીક લ્યુસર્ન શહેરમાં હસ્તાક્ષર થવાના હતા, પરંતુ નિર્ધારિત કાર્યક્રમ કરતાં એક દિવસ વહેલા જ તેના પર હસ્તાક્ષર કરી દેવામાં આવ્યા છે. અમેરિકન અધિકારીના જણાવ્યા મુજબ, રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે ફ્રાન્સના પેલેસ ઓફ વર્સેલ્સમાં મેક્રોન સાથે ડિનર દરમિયાન અમેરિકા-ઈરાન એગ્રીમેન્ટની હાર્ડ કોપી પર પણ સત્તાવાર રીતે હસ્તાક્ષર કરી દીધા છે. સાઇન કરવામાં આવેલી એગ્રીમેન્ટની કોપી ઈરાન અને મધ્યસ્થતા કરાવી રહેલા દેશોને મોકલી દેવામાં આવી છે. આ પહેલા રવિવારે અમેરિકન ઉપરાષ્ટ્ર પ્રમુખ જેડી વેન્સ અને ઈરાનના મુખ્ય વાર્તાકાર મોહમ્મદ બાકેર ગાલિબાફે એમઓયુ પર ઈલેક્ટ્રોનિક રીતે સાઇન કર્યા હતા. અમેરિકન અધિકારીઓનું કહેવું છે કે એમઓયુ પર સાઇન થવાથી બંને દેશો વચ્ચે આશરે ચાર મહિનાથી ચાલી રહેલો સંઘર્ષ ખતમ થઈ ગયો છે. જાે કે, શુક્રવારે બંને દેશોના વાર્તા દફ્રોનું જિનીવામાં એકઠા થવાનો કાર્યક્રમ હજુ પણ નક્કી છે. ઈરાની અધિકારીઓએ જણાવ્યું કે શુક્રવારે સ્વિટ્ઝર્લેન્ડમાં યોજાનારી બેઠકનો ઉદ્દેશ્ય કરાર પર હસ્તાક્ષર કરવાનો નથી. સાથે જ, આ બેઠક વાસ્તવમાં થશે કે નહીં, તેના પર અંતિમ ર્નિણય આગામી થોડા કલાકોમાં લેવામાં આવે તેવી અપેક્ષા છે. પરંતુ આનાથી એવો પણ સંકેત મળે છે કે દસ્તાવેજ પર ડિજિટલ રીતે હસ્તાક્ષર થઈ ચૂક્યા છે તેથી સ્વિટ્ઝર્લેન્ડમાં આમને-સામને યોજાનારા હસ્તાક્ષર સમારોહનું આયોજન કરવામાં આવશે નહીં.
કુવૈત-ઈરાન વચ્ચે પ્રથમ વાતચીત, હોર્મુઝ પર ચર્ચા
અબ્બાસ અરાઘચીએ કુવૈતના વિદેશ મંત્રી શેખ જર્રાહ જાબેર અલ-અહમદ અલ-સબા સાથે ફોન પર વાત કરી છે. યુદ્ધ શરૂ થયા પછી બંને નેતાઓ વચ્ચે આ પ્રથમ વાતચીત છે. કુવૈતના વિદેશ મંત્રાલય અનુસાર, વિદેશ મંત્રી શેખ જર્રાહ જાબેર અલ-અહમદ અલ-સબાહે આશા વ્યક્ત કરી કે આ કરાર ક્ષેત્રમાં સ્થિરતા વધારવામાં, હોર્મુઝમાં જહાજાેની સુરક્ષિત અવરજવર સુનિશ્ચિત કરવામાં અને બાકીના વિવાદોનો કાયમી ઉકેલ લાવવામાં મદદ કરશે. જ્યારે અરાઘચીએ કહ્યું કે ખાડી દેશો સાથે વાતચીત ચાલુ રહેવી જાેઈએ, જેથી પરસ્પર સહયોગ વધે અને બાકીના મતભેદો દૂર કરી શકાય. કુવૈત તે ખાડી દેશોમાં શામેલ છે, જેને એપ્રિલમાં અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામની ઘોષણા પછી ઈરાનના હુમલાઓનું નિશાન બનાવવામાં આવ્યું હતું.
ઈરાન શરતો નહીં માને તો ફરી નાકાબંધી કરીશું અમેરિકાની ચીમકી
અમેરિકાના રક્ષા મંત્રી પીટ હેગસેથે જણાવ્યું છે કે જાે ઈરાન અમેરિકા સાથેના કરારની શરતોનું પાલન નહીં કરે, તો અમેરિકા લશ્કરી કાર્યવાહી ફરી શરૂ કરી શકે છે અને કડક નૌકાદળ નાકાબંધી ફરીથી લાદી શકે છે. નાટો દેશોના સંરક્ષણ પ્રધાનોની બેઠક બાદ હેગસેથે પત્રકારોને જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિએ પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું છે કે જાે ઈરાન વાતચીત દરમિયાન પોતાના વચનો પૂરા નહીં કરે, તો અમે કાર્યવાહી ફરી શરૂ કરવા માટે તૈયાર રહીશું.
રાહતની શુભ શરૂઆત કરાર પછી ઑઈલના ભાવમાં ઘટાડો થયો
વિશ્વમાં ઓઈલની કિંમત નક્કી કરનાર બ્રેન્ટ ક્રૂડ ૮૦ ડોલર પ્રતિ બેરલથી નીચે રહ્યું છે. ગુરુવારે બ્રેન્ટ ક્રૂડ લગભગ ૨% ઘટીને ૭૮ ડોલર પ્રતિ બેરલ પર આવી ગયું. યુદ્ધ દરમિયાન તેની કિંમત ૧૧૪.૪૪ ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગઈ હતી. એટલે કે હવે તે તે સ્તરથી લગભગ ૩૫ ડોલર સસ્તું થઈ ગયું છે. અમેરિકાનું ઉ્ૈં ક્રૂડ ઓઇલ પણ ઘટીને લગભગ ૭૪ ડોલર પ્રતિ બેરલ પર આવી ગયું છે, જે ત્રણ મહિનાનું સૌથી નીચું સ્તર છે.