લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
21, મે 2026 |
2079
દિલ્હીથી બેંગલુરુ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ લેન્ડિંગ દરમિયાન અકસ્માતનો ભોગ બની હતી. બેંગલુરુ એરપોર્ટ પર લેન્ડિંગ કરતી વખતે ફ્લાઇટ છૈં૨૬૫૧ને ટેઇલસ્ટ્રાઇકનો સામનો કરવો પડ્યો હતો. વિમાનનો ટેઇલ સેક્શન અચાનક રનવે સાથે અથડાઈ ગયો હતો. પાઇલટે પરિસ્થિતિને કાબૂમાં લીધી અને સુરક્ષિત લેન્ડિંગ પૂર્ણ કર્યું. બધા મુસાફરો અને ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. એર ઇન્ડિયાની આ ફ્લાઇટ ૧૭૯ લોકોને લઈ જઈ રહી હતી.લેન્ડિંગ દરમિયાન, ભારે ભરેલા આ વિમાનના પાયલટે આગળ ઉડતા બીજા વિમાનમાંથી વેક ટર્બ્યુલન્સનો અનુભવ કર્યો, જેના પરિણામે નિયંત્રણ ગુમાવ્યું અને વિમાનનો પૂંછડી ભાગ રનવે સાથે અથડાઈ ગયો. તપાસ માટે વિમાનને ગ્રાઉન્ડ કરવામાં આવ્યું.આ ઘટનાને કારણે, બેંગલુરુથી દિલ્હી પરત ફરવાની ફ્લાઇટ AI2651 રદ કરવામાં આવી છે. એરલાઈને જણાવ્યું છે કે અસરગ્રસ્ત મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે. બેંગલુરુ એરપોર્ટ પર એર ઈન્ડિયાની ગ્રાઉન્ડ ટીમ મુસાફરોને તમામ જરૂરી સહાય પૂરી પાડી રહી છે. ઉડ્ડયન નિષ્ણાતોના મતે, વેક ટર્બ્યુલન્સ અચાનક પાછળ આવતા વિમાનની સ્થિરતાને અસર કરી શકે છે, જેના કારણે આવી ઘટનાઓનું જાેખમ વધી જાય છે.