લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
24, જુન 2026 |
2079
એર ઇન્ડિયાની એક ફ્લાઇટ સોમવારે રાત્રે રસ્તો ભટકીને પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રમાં ઘૂસી ગઈ. તેને પાકિસ્તાનની એર ટ્રાફિક ઓથોરિટીએ ચેતવણી આપીને પાછી મોકલી. વિમાને દિલ્હીથી ઉડાન ભરી હતી અને તેને અમૃતસરમાં લેન્ડ થવાનું હતું. પાકિસ્તાનના એરસ્પેસમાંથી જ્યારે ફ્લાઇટ પાછી ફરી, ત્યાં સુધીમાં અમૃતસર એરપોર્ટ પર ટ્રાફિક વધી ગયો હતો, આથી તેને પાછી દિલ્હી મોકલી દેવામાં આવી. એરપોર્ટ અધિકારીઓએ જણાવ્યું છે કે ટેકનિકલ ખામીને કારણે આ ફ્લાઇટ રસ્તો ભટકી ગઈ હતી. આ મામલે તપાસ ચાલી રહી છે.આ પહેલા ૧૨ જૂને પાકિસ્તાનની પેસેન્જર ફ્લાઇટ ફ્લાય જિન્ના-9P514 પણ ખરાબ હવામાનને કારણે ભારતીય એરસ્પેસમાં ઘૂસી ગઈ હતી. લાહોર એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના થોડા સમય પછી ફ્લાઇટ રસ્તો ભટકી ગઈ હતી. જાેકે, ટેકનિકલ ખામીનો અંદાજ આવતા જ ફ્લાઇટને પાછી પાકિસ્તાની એરસ્પેસમાં લાવવામાં આવી.
એરબસ AI-321 વિમાને સોમવારે રાત્રે ૯ વાગીને ૧૮ મિનિટે દિલ્હીથી ઉડાન ભરી હતી. આ વિમાન તેના નિર્ધારિત સમય કરતાં ૩ મિનિટ મોડું ઉડ્યું હતું. ઉડાન દરમિયાન વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી.