અમેરિકાનો ૨૪ કલાકમાં ઈરાન પર બીજાે મોટો હુમલો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
28, જુન 2026  |   3366

પશ્ચિમ એશિયામાં એકવાર ફરી તણાવ વધી ગયો છે. અમેરિકાએ શનિવારે ઈરાનના વધુ એક સૈન્ય કેમ્પ પર હુમલો કર્યો. આ કાર્યવાહી સ્ટ્રેટ ઓફ હોર્મુઝની પાસે પનામાના ધ્વજવાળા એક તેલ ટેન્કર પરથયેલા હુમલા બાદ કરવામાં આવી છે. અમેરિકાનું કહેવું છે કે ઈરાને યુદ્ધવિરામ સમજુતિનું ઉલ્લંઘન કર્યું, જ્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પે ચેતવણી આપી છે કે જાે ઈરાન નહીં માને તો તેનું અસ્તિત્વ ખતમ થઈ શકે છે.

અમેરિકાએ સતત બીજા દિવસે ઈરાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી કરી છે. આ હુમલો સ્ટ્રેટ ઓફ હોર્મુઝની પાસે એક તેલ ટેન્કર પર ડ્રોન હુમલા બાદ કરાયો. તેનાથી બે સપ્તાહ પહેલા થયેલા શાંતિ કરાર છતાં બંને દેશો વચ્ચે ફરી તણાવ વધી ગયો છે.અમેરિકી સેના અનુસાર સવારે આશરે ૪.૩૦ કલાકે પનાનાના ઝંડાવાળા તેલ ટેન્કર એમ/ટી કિકુ પર ડ્રોન હુમલો થયો. આ ટેન્કર સ્ટ્રેટ ઓફ હોર્મુઝની પાસે બે મિલિયનથી વધુ બેરલ કાચુ તેલ લઈને પસાર થઈ રહ્યું હતું. અમેરિકાએ આ હુમલા માટે ઈરાનને જવાબદાર ઠેરવ્યું છે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે નિવેદન જાહી કરી કહ્યું કે રાષ્ટ્રપતિના નિર્દેશ પર આ સૈન્ય કાર્યવાહી કરવામાં આવી. એક દિવસ પહેલા પણ ઈરાન સાથે જાેડાયેલા હુમલાના જવાબમાં અમેરિકાએ કાર્યવાહી કરી હતી, પરંતુ ઈરાનને યુદ્ધવિરામનું પાલન કરવાની તક આપવામાં આવી. તેમ છતાં ઈરાની સેનાએ ડ્રોન હુમલો કર્યો, જેથી અમેરિકાએ સૈન્ય કાર્યવાહી કરી.અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે સૈન્ય કાર્યવાહી બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રૂથ સોશિયલ પર ઈરાનને ચેતવણી આપી. તેમણે કહ્યું કે અમેરિકી વિમાનોએ યુદ્ધવિરામ સમજુતિનું વારંવાર ઉલ્લંઘન કરવા પર ઈરાનની મિસાઈલ, ડ્રોન ભંડાર અને રડાર સિસ્ટમ પર હુમલો કર્યો છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution