/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

દેશમાં કોરોનાની મહામારી વચ્ચે કેન્દ્ર સરકારે નવી ભરતી પર લગાવી બ્રેક 

દિલ્હી-

હાલ સમગ્ર દેશમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે કેન્દ્ર સરકારે એક નિર્ણય લીધો છે. કોરોનાની મહામારીને કારણે દેશના અર્થતંત્રને થયેલા મોટા નુકસાનને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારે તમામ વિભાગોમાં નવી ભરતી કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.

નાણાં મંત્રાલય દ્વારા તમામ વિભાગોને પરિપત્ર ઈસ્યુ કરવામાં આવ્યો છે તેમાં એમ જણાવવામાં આવ્યું છે કે કારોનાકાળને કારણે ઉભી થયેલી નાણાંકીય હાલત તથા સરકારી આવકના સંકેત પરના દબાણને ધ્યાનમાં રાખીને બીનજરૂરી તથા નોન-પ્રાયોરીટી ક્ષેત્રે ખર્ચમાં કાપ મુકવાનું અનિવાર્ય થઈ પડયુ છે. જો કે, પ્રાયોરીટી ક્ષેત્રે ખર્ચ યથાવત રહેશે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોઈપણ મંત્રાલય કે વિભાગ નવી જગ્યા ઉભી કરીને ભરતી નહીં કરી શકે. અત્યંત જરૂરી હોય તો મંત્રાલયની પૂર્વમંજુરી મેળવવી પડશે.

પરિપત્રમાં એમ પણ કહેવાયું છે કે જુલાઈ પછી નવુ પદ ઉભુ કરવામાં આવ્યું હોય અને તેના પર નિમણુંક કરવાની બાકી હોય તો તે પણ નહીં થઈ શકે. આ સિવાય દરેક ખાતામાં જયાં-જયાં ક્ધસલ્ટન્ટની નિમણુંક કરવામાં આવી હોય તેની જરૂરીયાત વિશે સમીક્ષા કરવા તથા સંખ્યા ઘટાડવા કહેવામાં આવ્યું છે. ક્ધસલ્ટન્ટને ચુકવાતી ફી પણ સમીક્ષા કરીને ઘટાડવા તાકીદ કરી છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution