મુંબઈ

નાણાકીય વર્ષ ૨૦૨૧ ના ચોથા ક્વાર્ટરમાં એશિયન પેંટ્‌‌સનો નફો ૮૧.૧% વધીને ૮૭૦ કરોડ રૂપિયા રહ્યો છે. નાણાકીય વર્ષ ૨૦૨૦ ના ચોથા ક્વાર્ટરમાં એશિયન પેંટ્‌‌સનો નફો ૪૮૦.૨ કરોડ રૂપિયા રહ્યો હતો. નાણાકીય વર્ષ ૨૦૨૧ ના ચોથા ક્વાર્ટરમાં એશિયન પેંટ્‌‌સની આવક ૪૩.૫% વધીને ૬૬૫૧.૪ કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ ૨૦૨૦ ના ચોથા ક્વાર્ટરમાં એશિયન પેંટ્‌‌સની આવક ૪૬૩૫.૪ કરોડ રૂપિયા રહી હતી. વર્ષ દર વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં એશિયન પેંટ્‌‌સના એબિટડા ૮૫૯.૪ કરોડ રૂપિયાથી વધીને ૧૩૧૮.૩ કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં એશિયન પેંટ્‌‌સના એબિટડા માર્જિન ૧૮.૫% થી વધીને ૧૯.૮% સપાટ રહ્યા છે.