દિલ્હી-

અગાણી ગ્રુપના માલિક ગૌતમ અદાણી એશિયાના બીજા નંબરના સૌથી અમીર બિઝનેસમેન બની ગયા છે. તેમની કુલ સંપત્તિ 66.5 અબજ ડોલર થઈ છે. આ વર્ષે તેમની સંપત્તિમાં 33 અબજ ડોલરનો વધારો થયો છે. એટલે કે 100 ટકાનો વધારો થયો છે. એશિયામાં પહેલાં નંબર પર રિલાયન્સ મુકેશ અંબાણીની કુલ સંપત્તિ 76.5 અબજ ડોલર છે. આ માહિતી બ્લુમબર્ગના બિલિનેર ઈન્ડેક્સમાં આપવામાં આવી છે.

જે રીતે ગૌતમ અદાણી આગળ વધી રહ્યા છે તે જોતા લાગે છે કે, તેઓ ટૂંક સમયમાં મુકેશ અંબાણીને પાછળ પાડી શકે છે. આ બંને વચ્ચે સંપત્તિમાં માત્ર 10 અબજ ડોલરનો જ ફર્ક છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને રિન્યુએબલ એનર્જી સુધી કામ કરતા ગૌતમ અદાણીએ ચીનની બેવરેજથી ફાર્મામાં કામ કરતી કંપનીના માલિક ઝાંગ શનશાનને પાછળ છોડ્યા છે. શનશાનની સંપત્તિ 63.6 અબજ ડોલર છે. વૈશ્વિક સ્તરની વાત કરીએ ચો અંબાણી આ સમયે 13માં અમીર બિઝનેસમેન છે. જ્યારે અદાણી 14માં નંબર પર છે. આ વર્ષની વાત કરીએ તો અંબાણીની સંપત્તિમાં 17.5 અબજ ડોલરનો ઘટાડો થયો છે. જ્યારે અદાણીની સંપત્તિમાં 32.7 અબજ ડોલરનો વધારો થયો છે. અદાણીની સંપત્તિમાં છેલ્લા એક વર્ષમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. મે 2020થી લઈને અત્યાર સુધીમાં તેમની લિસ્ટેડ કંપનીઓના શેરમાં નોંધપાત્ર તેજી જોવા મલી છે. શેરબજાર વધે કે ઘટે, અદાણીની કંપનીઓના શેર હંમેશા ઉપર રહ્યા છે. તેણે દર સપ્તાહે એક નવા ભાવનો રેકોર્ડ બનાવ્યો છે.

અદાણીની લિસ્ટેડ 6 કંપનીઓની માર્કેટ કેપ એક વર્ષમાં 41.2 ગણી વધી છે. આ સમયે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ગ્રૂપની માર્કેટ કેપ માત્ર 55 ટકા જ વધી છે. રિલાયન્સ ગ્રુપની માર્કેટ કેપ 13 લાખ કરોડ છે, જ્યારે અદાણી ગ્રપુ કંપનીઓની માર્કેટ કેપ 8.4 લાખ કરોડ રૂપિયા છે. ગયા વર્ષની વાત કરીએ તો અદાણી ગ્રુપની કંપનીઓની માર્કેટ કેપ 20 અબજ ડોલર હતી જે હવે 115 અબજ ડોલર છે. એટલે કે તેમાં 6 ગણો વધારો થયો છે. રિલાયન્સ ગ્રુપની માર્કેટ કેપ અત્યારે 125 અબજ ડોલરથી વધીને 178 અબજ ડોલર થઈ ગઈ છે.