અમરેલી, યાત્રિઓની માંગ અને સુવિધાને ઘ્યાનમાં રાખીને રેલ્વે બોર્ડ પશ્ર્‌વિમ રેલ્વે ભાવનગર ડિવિઝનની અમરેલી- વેરાવળ- અમરેલી (૦૦૯પ૦૮/ ૦૯પ૦પ) અને અમરેલી- જૂનાગઢ- અમરેલી (૦૯પ૩૯/ ૦૯પ૪૦) મીટરગેજ દૈનિક વિશેષ ટ્રેન ચલાવવાનો ર્નિણય લીધો છે. આ વિશેષ ટ્રેનોનું ભાડું મેલ/ એકસપ્રેસ ટ્રેનના જનરલ કોચના ભાડા જેટલું હશે. ઉપરોકત બંને વિશેષ ટ્રેનોની વિગત નીચે મુજબ છે. ૧) અમરેલી- વેરાવળ- અમરેલી (૦૯પ૦૮/ ૦૯પ૦પ) મીટરગેજ દૈનિક વિશેષ ટ્રેન  ટ્રેન નંબર ૦૯પ૦પ વેરાવળ - અમરેલી ૧૬ મી ડિસેમ્બર, ર૦ર૧થી દરરોજ બપોરે ૧રઃપ૦ કલાકે વેરાવળ સ્ટેશનથી ઉપડશે અને ૧૮ઃ૦૦ કલાકે અમરેલી સ્ટેશને પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નંબર ૦૯પ૦૮ અમરેલી- વેરાવળ ૧૭મી ડિસેમ્બર, ર૦ર૧થી દરરોજ બપોરે ૧રઃ૦પ કલાકે અમરેલી સ્ટેશનેથી ઉપડશે અને ૧૭ઃર૦ કલાકે વેરાવળ સ્ટેશન પહોંચશે. ર) અમરેલી- જૂનાગઢ- અમરેલી (૦૯પ૩૯/ ૦૯પ૪૦) મીટરગેજ દૈનિક વિશેષ ટ્રેન  ટ્રેન નંબર ૦૯પ૩૯ અમરેલી- જૂનાગઢ ૧૭મી ડિસેમ્બર, ર૦ર૧થી દરરોજ ૬ઃરપ કલાકે અમરેલી સ્ટેશનથી ઉપડશે અને જૂનાગઢ સ્ટેશને ૧૦ઃ૧પ કલાકે પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નંબર ૦૯પ૪૦ જૂનાગઢ- અમરેલી ૧૭મી ડિસેમ્બર, ર૦ર૧ થી દરરોજ ૧૭ઃ૪૦ કલાકે જૂનાગઢ સ્ટેશનથી ઉપડશે અને ર૧ઃ૩૦ કલાકે અમરેલી સ્ટેશન પહોંચશે.