માતા બન્યા બાદ પ્રથમ વખત દેખાઇ અનુષ્કા,પતિ સાથે પહોંચી ક્લીનિક
21, જાન્યુઆરી 2021

મુંબઇ

ક્રિકેટ અને મનોરંજનની દુનિયામાં આનંદની લહેર ફરી વળી હતી. જ્યારે સમાચાર મળ્યા કે અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી ના ઘરે પુત્રીની કિલકારી ગુંજી ઉઠી છે. આ સમાચાર સામે આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર વિરાટ અનુષ્કાની તસવીરો અને અભિનંદનનો ધસારો જોવા મળ્યો હતો.પરંતુ વિરાટ કોહલી પાપારાઝીને પોતાની પુત્રીનો ફોટો ન લેવા અને પોતાની અને અનુષ્કાને થોડી પ્રાઇવસી આપવા માટે વિનંતી કરી.11 જાન્યુઆરીએ અનુષ્કાએ પુત્રીને જન્મ આપ્યો છે આજે 10 દિવસ પછી અનુષ્કા અને વિરાટ મિડીયા સામે દેખાયા હતા.પરંતુ તેની પુત્રીનો ચહેરો જોવા માટે લોકો આતુર છે.


આજે અનુષ્કા શર્મા પોતાના પતિ વિરાટ કોહલી સાથે ક્લીનિક આવી હતી.જ્યારે ફોટોગ્રાફરે ફોટા પાડતા તેને ફોટો ન પાડવાની વિનંતી કરી હતી.જો કે ત્યાર બાદ બન્નેએ પોઝ પણ આપ્યા હતા.માતા બન્યા બાદ પ્રથમ વખત જોવા મળેલી અનુષ્કા ડેનિમ શર્ટમાં એકદમ પાતળી લાગતી હતી.વિરલભાયલી નામના પત્રકારે પોતાના કેમેરામાં આ કપલને કેદ કર્યુ હતુ.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution