અયોધ્યા મસ્જિદ ટ્રસ્ટે સરકારી ઉમેદવારની નિયુક્તિ મુદ્દે SCમાં અરજી કરી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
26, ઓગ્સ્ટ 2020  |   3960

અયોધ્યા-

સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી છે. જેમાં મસ્જિદ નિર્માણ માટે ગઠિત અયોધ્યા મસ્જિદ ટ્રસ્ટે એક સરકારી ઉમેદવારની નિયુક્તિને લઈને નિર્દેશ આપવાની માંગ કરી છે. આ અરજી અયોધ્યા મામલામાં હિંદુ પક્ષના એક વકીલ કરુણેશ શુક્લાએ પોતાના વકીલ વિષ્ણુ જૈનના માધ્યમથી દાખલ કરી છે.

ઉત્તર પ્રદેશના સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડના સર્વૌચ્ચ ન્યાયાલયના નિર્દેશ પર ઉત્તર પ્રદેસ સરકારે અયોધ્યામાં ફાળવવામાં આવેલી જમીન પર મસ્જિદ અને અન્ય સુવિધાઓના નિર્માણ માટે 15 સભ્યોનું ટ્ર્‌સ્ટ ‘ઇન્ડો ઈસ્લામિક કલ્ચર ફાઉન્ડેશન બનાવ્યું છે. અયોધ્યા વિવાદાસ્પદ ભૂમિના મામલામાં ગત 9 નવેમ્બરે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને વિવાદાસ્પદ જમીન પર મંદિર નિર્માણ માટે એક ટ્ર્‌સ્ટનું નિર્માણ કરવાનો આદેશ આપ્યો હતા.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution