11, જુન 2021
495 |
કોલકત્તા-
તૃણમૂલ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા મુકુલ રોય આજે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે મુલાકાત કરી શકે છે. મમતા બેનર્જી સાથે મુલાકાત પહેલા જ મુકુલ રોયની ટીએમસીમાં વાપસી અંગે અટકળો શરૂ થઈ ગઈ છે. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અભિષેક બેનર્જી 2 જૂનના રોજ મુકુલ રોયના બીમાર પત્નીના ખબર કાઢવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યારબાદથી અટકળો તેજ થઈ ગઈ કે રાજનીતિક સમીકરણ બદલાઈ શકે છે.ફરશે? આજે સાંજે CM મમતા બેનર્જી સાથે કરશે મુલાકાત અત્રે જણાવવાનું કે મુકુલ રોય ભાજપમાં સામેલ થયા તે પહેલા તૃણમૂલ કોંગ્રેસમાં મહાસચિવ હતા. મુકુલ રોય વર્ષ 2017માં ભાજપમાં જોડાયા હતા અને અત્યારે તેઓ ભાજપના રાજ્યસભા સાંસદ છે. હાલમાં જ અભિષેક બેનર્જીને પાર્ટીના મહાસચિવ બનાવવામાં આવ્યા છે.