કૈલાશ વિજયવર્ગીયનો ધડાકોઃ ટીએમસીના 41 ધારાસભ્યો ભાજપમાં જાેડાવા તૈયાર
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
15, જાન્યુઆરી 2021  |   3267

કોલકત્તા-

પશ્વિમ બંગાળ વિધાનસભા ચૂંટણી ૨૦૨૧ને જાેતા ભારતીય જનતા પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે જંગ મહત્વપૂર્ણ બની રહ્યો છે. આ વચ્ચે એક બાદ એક ટીએમસીના ઘણા નેતા ભાજપમાં સામેલ થઈ ચુક્યા છે. તો પશ્ચિમ બંગાળ ભાજપના પ્રભારી કૈલાશ વિજયવર્ગીયે વધુ એક દાવો કરી મમતા બેનર્જી સહીત ટીએમસીમાં હડકંપ મચાવી દીધો છે.

કૈલાશ વિજયવર્ગીયનુ કહેવુ છે કે, મારી પાસે 41 ધારાસભ્યોની યાદી છે. જે ભાજપમાં આવવા ઈચ્છે છે. હું તેમને ભાજપમાં સામેલ કરીશ તો બંગાળમાં સરકાર પડી જશે. અમે જાેઈ રહ્યાં છીએ કે કોને લેવા છે અને કોને નહીં. જાે છબી ખરાબ છે તો અમે સામેલ કરીશું નહીં. બધાને લાગી રહ્યું છે કે મમતા બેનર્જીની સરકાર જઈ રહી છે.

આ પહેલા પશ્ચિમ બંગાળના ખાદ્ય અને પુરવઠા પ્રધાન જ્યોતિપ્રિય મલિકે કહ્યુ હતુ કે ભાજપના 6થી 7 સાંસદ જલદી ટીએમસીમાં સામેલ થશે. તેમણે દાવો કર્યો કે ભાજપમાં ઘણા લોકો વાપસી માટે ટીએમસીને ભલામણ કરી રહ્યાં છે, પરંતુ અંતિમ ર્નિણય પાર્ટી પ્રમુખ મમતા દીદીના હાથમાં છે, તેમની હા પર આગળનું પગલું ભરવામાં આવશે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution