માસ્કના કારણે પણ સામાન્ય રીતે શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. પરંતુ તેનાથી ચિંતા કરવાની જરૂર નથી. તેનું સમાધાન એ છે કે આપણે આપણા સ્વાસ્થ્યને સુધારવું પડશે અને રોગ પ્રતિકારક ક્ષમતા પણ વધારવાની છે. હું બ્રુકલિનમાં સાયકલ ચલાવતી વખતે ઘણા લોકોને જોઉં છું કે માસ્ક તો પહેરે છે, પરંતુ ગળામાં.

તેઓ ત્યારે મોં અને નાક પર લગાવે છે જ્યારે તેઓ બીજી વ્યક્તિની પાસેથી પસાર થાય છે. આવી સ્થિતિમાં એ સવાલ થાય છે કે શું આપણે આપણા સ્નાયુઓ, મગજ અને અન્ય અવયવોને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન પહોંચાડી રહ્યા છીએ. ક્યાંક માસ્ક તેમાં અવરોધ તો નથી બની રહ્યોને. આવી સ્થિતિમાં, શ્વાસ લેવાની પ્રક્રિયા કેટલી અસરકારક છે તે જાણવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.  શ્વાસના નિષ્ણાતના જણાવ્યા પ્રમાણે, મોટાભાગના લોકો ખોટી રીતે શ્વાસ લે છે અથવા પર્યાપ્ત ઓક્સિજન ખેંચતા નથી.

તો બીજી તરફ નવી બુક-બ્રેથઃ ધ ન્યૂ સાયન્સ ઓફ એ લોસ્ટ આર્ટના લેખક ડો. જેમ્સ નેસ્ટરના જણાવ્યા પ્રમાણે, તમે શ્વાસ કેવી રીતે લો છો તે મહત્ત્વનું રાખે છે. મોટાભાગના લોકો મોંથી શ્વાસ લેતા હોય છે, જેથી શરીરને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન નથી મળતો. જ્યારે નાકથી શ્વાસ લેવો જોઈએ. તેનાથી હોર્મોન્સ અને નાઈટ્રિક એસિડ વધારે નીકળે છે, જે આપણને સ્વસ્થ બનાવે છે.

આપણે એક દિવસમાં સરેરાશ 25 હજાર શ્વાસ લઈએ છીએ, પરંતુ મોટાભાગના લોકો ભૂલો કરે છે. યોગ્ય રીતે શ્વાસ લેવાથી શરીરમાં એસિડ સંતુલિત રહે છે અને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળે છે. શ્વાસમાં વધારો ઘટાડો થવાથી ઓક્સિજનનો સપ્લાય અટકી જાય છે. તેનાથી ચિંતા, ચીડિયાપણું, થાક, એકાગ્રતામાં ઘટાડો થઈ શકે છે.