લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
21, જુન 2026 |
2079
બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મર સોમવારે રાજીનામાની જાહેરાત કરી શકે છે અને પોતાનું પદ છોડવાનો રોડમેપ પણ જણાવી શકે છે. આ દાવો બ્રિટનના અખબાર ‘ધ ઓબ્ઝર્વર’ના એક રિપોર્ટમાં કરવામાં આવ્યો છે.
રિપોર્ટ મુજબ, સ્ટાર્મરે કેબિનેટ મંત્રીઓ, સલાહકારો અને ટ્રેડ યુનિયન નેતાઓ સાથે વાતચીત કર્યા બાદ નક્કી કર્યું કે તેમનું પદ પર ટકી રહેવું હવે મુશ્કેલ બની ગયું છે. જાેકે, રોયટર્સ મુજબ, સરકારી સૂત્રોએ આ દાવાને નકારી કાઢતા કહ્યું કે સ્ટાર્મર હજુ પણ વડાપ્રધાન તરીકે પોતાનું કામ કરવા પર ધ્યાન આપી રહ્યા છે.
રોયટર્સ મુજબ, સ્ટાર્મરની લેબર પાર્ટીના ૧૦૦થી વધુ સાંસદો જાહેરમાં કહી ચૂક્યા છે કે તેમણે રાજીનામું આપવું જાેઈએ અથવા પોતાનું પદ છોડવાની સમયમર્યાદા જાહેર કરવી જાેઈએ. આ બળવાખોર સાંસદો હાઉસ ઓફ કોમન્સમાં પાર્ટીના કુલ સાંસદોના લગભગ એક ચતુર્થાંશ છે.
જાે સ્ટાર્મર રાજીનામું આપે તો પણ, બ્રિટનના ૧૦ વર્ષના ઇતિહાસમાં તેઓ છઠ્ઠા એવા વડાપ્રધાન હશે જેમણે આ પદ છોડવું પડ્યું હોય.