/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

૧૧.૫ ડિગ્રીએ ચરોતર ઠુંઠવાયું

આણંદ : આણંદ-નડિયાદ શહેર સહિત ચરોતરમાં પારો ગગડતાં સીઝનનો કોલ્ડેસ્ટ ડે નોંધાયો હતો. સીઝનનું સૌથી નીચું તાપમાન ૧૧.૫ ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાતા ચરોતરવાસીઓ ઠૂંઠવાઈ ગયાં હતાં. છેલ્લાં ૪૮ કલાકમાં એક સાથે પારો ૩ ડિગ્રી સેન્ટિગ્રેડ ઘટતાં શીતવેવ ફરી વળી હતી. આણંદ-નડિયાદ સહીત બંને જિલ્લામાં હવે દિવસે પણ ઠંડીનો ચમકારો અનુભવવા મળી રહ્યો છે. 

આણંદ - નડિયાદ શહેરમાં ઉત્તર-પૂર્વમાંથી ઠંડા પવનો ફૂંકાતાં તાપમાનમાં અચાનક ઘટાડો થયો હતો. ચરોતરનું લઘુતમ આજે ૧૧.૫ ડિગ્રી નોંધાતા સીઝનનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો. સાથે સાથે આજે વર્ષનો સૌથી ટુંકો દિવસ પણ હતો. રવિવાર સાંજથી જ ઠંડા પવનો ફૂંકાવવાના શરૂ થઈ ગયાં હતાં. મધ્યરાત્રે તાપમાન ૧૧.૫ ડિગ્રી સુધી નીચે ઊતરી જતાં કોતિલ ઠંડીનો અહેસાસ થયો હતો. ગઈકાલે મોડી સાંજથી જ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીનું મોજુ ફરી વળ્યું હતું.

આણંદ-નડિયાદ શહેરમાં પણ હવે રાત્રીના ૮-૯ વાગ્યા બાદ રાજમાર્ગો પર લોકોની હાજરી પાંખી જાેવાં મળી રહી છે. લોકોએ કામ સિવાય ઘરની બહાર નીકળવાનું ઠંડીના કારણે હવે ઓછું કરી દીધું છે. રાત્રીના ૧૧ વાગ્યા બાદ તો જાણે એવું લાગે છે કે, શહેર ભેંકાર થઈ ગયું હોય. આજે વહેલી સવારે પણ ઘરની બહાર નીકળેલાં નોકરીયાતો, ધંધાર્થએ જતાં લોકોએ ગરમ કપડાંનો સહારો લેવો પડ્યો હતો. સવાર સવારમાં બજારમાં વેપારીઓએ પણ દુકાનની બહાર હુંફાળા તડકામાં બેસીને ઠંડી સામે રક્ષણ મેળવવાનો પ્રયાસ કરતાં નજરે પડ્યાં હતાં. ગ્રામીણ વિસ્તારોમાં રાત્રીના સમયે ઠેક ઠેકાણે લોકો તાપણું સળગાવી ગરમાવો મેળવવાનો લોકો પ્રયાસ કરતાં જાેવા મળ્યાં હતાં.

આણંદ કૃષિ યુનિવર્સિટીના અહેવાલ અનુસાર, આજે મહત્તમ તાપમાન ૨૭ ડિગ્રી સેન્ટિગ્રેટ, લઘુતમ તાપમાન ૧૧.૫ ડિગ્રી સેન્ટિગ્રેટ નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ ૮૮ ટકા, પવનની દિશા ઉત્તર-પૂર્વની નોંધાઈ હતી. પવનની ગતિ પ્રતિ કલાક ૩.૧ કિમી નોંધાઈ છે. જાેકે, ઉત્તર-પૂર્વના ઠંડા પવનો ફૂંકાઈ રહ્યાં હોવાથી આગામી દિવસોમાં તાપમાનનો પારો હજુ નીચે ઊતરવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

પાંચ દિવસ ઠંડીનો પારો ૧૧થી ૧૩ ડિગ્રી વચ્ચે રહેશે

હવામાન વિભાગના વર્તારા મુજબ, આગામી ૫ દિવસ સુધી હજી પણ આવી જ ઠંડી પડશે. લઘુત્તમ તાપમાનનો પારો ૧૧થી ૧૩ ડિગ્રી વચ્ચે રહેશે. પવનની ગતિમાં દિન-પ્રતિદિન ઘટાડો થઈ રહ્યો હોવાથી દિવસ દરમિયાન ઠંડીમાં થોડી રાહતની લાગણી જાેવા મળી રહી છે.

ગરમ કપડાંના વેચાણમાં ઉછાળો આવ્યો!

પારો જેમ નીચે ઊતરી રહ્યો ચે તેમ ગરમ કપડાંની માર્કેટમાં ગરમાવો જાેવાં મળી રહ્યો છે. શહેરીજનો રવિવારની રજામાં ઠંડીથી બચવા માટે સ્વેટર, જેકેટ, મોજા સહિતની ખરીદી કરતાં નજરે પડ્યાં હતાં.

ચીક્કી, અડદિયા, મેથીપાક, કરચરિયાની ડિમાન્ડ હવે વધશે

ચરોતરમાં ઠંડીએ જાેર પકડતાં ફરસાણના વેપારીઓએ ચીક્કી, અડદિયા, મેથીપાક અને કરચરિયાના પેકેટ આગળની સાઇડ ડિસ્પ્લેમાં મૂકી દીધાં છે. ફરસાણના વેપારીઓને ત્યાં તો ગરમાગરમ અડદિયા પાકની સુગંધ શરૂ થઈ ગઈ છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution