રાજા માટે સ્વછતા, તો મુંબઈની પ્રજા સાથે અન્યાય કેમ?: બોમ્બે હાઇકોર્ટ 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
18, નવેમ્બર 2026  |   2376

બોમ્બે હાઈકોર્ટે બુધવારે મુંબઈના રસ્તાઓની સફાઈને લઈને બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (બીએમસી)ને ફટકાર લગાવી હતી. હાઈકોર્ટે કહ્યું કે વીઆઈપીના આગમન પર જ રસ્તા સુધારવામાં આવે છે અને શહેરને સાફ-સુથરું કરવામાં આવે છે. તો પછી સામાન્ય લોકોને (મુંબઈકરોને) સુવિધા કેમ મળતી નથી? કોર્ટે કહ્યું કે ખાસ મહેમાનોના આગમન સમયે બે દિવસ સફાઈનો દેખાડો કરવાને બદલે શહેરને હંમેશાં સ્વચ્છ રાખવું જાેઈએ.

હકીકતમાં, બ્રિટનના પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સેસ કેથરીનની મુંબઈ મુલાકાત પહેલાં શહેરની સડકોની સફાઈ કરવામાં આવી હતી. બંને ૧૬ નવેમ્બરે મુંબઈ પહોંચ્યા હતા. ૧૭ નવેમ્બરે તેઓ અર્થશૉટ પ્રાઇઝ સમારોહમાં સામેલ થયા હતા. આ દરમિયાન બંનેએ ગલી ક્રિકેટ રમ્યું હતું, જ્યારે પ્રિન્સ વિલિયમ ઇલેક્ટ્રિક ઑટો ચલાવતા પણ નજરે પડ્યા હતા.

મુંબઈ મહાનગરપાલિકા (બીએમસી)ની કાર્યશૈલી સામે ગંભીર સવાલો ઉઠાવતા બોમ્બે હાઈકોર્ટે વીઆઈપી રૂટ પર જ ખાસ સફાઈ અભિયાન ચલાવવાની પ્રથા સામે લાલ આંખ કરી છે અને કડક શબ્દોમાં ફિટકાર વરસાવી છે. અદાલતમાં સુનાવણી દરમિયાન ન્યાયાધીશોએ તંત્રની આલોચના કરતા સ્પષ્ટપણે પૂછ્યું હતું કે શા માટે મુંબઈના સામાન્ય રહેવાસીઓને આવા ઉચ્ચકક્ષાના સ્વચ્છ અને સુઘડ રસ્તાઓનો લાભ મળવો ન જાેઈએ? સૌહાર્દપૂર્ણ અને સમાન નગર વ્યવસ્થાના મુદ્દા પર વાત કરતા કોર્ટે જણાવ્યું હતું કે વીઆઈપી મહાનુભાવોની અવરજવર માટે જ રસ્તાઓ સાફ રાખવા અને સામાન્ય જનતા માટે દુર્લક્ષ સેવવું તે કોઈ પણ સંજાેગોમાં યોગ્ય નથી.

અદાલતે પાલિકા તંત્રને ફટકાર લગાવતા ટકોર કરી હતી કે શહેરના તમામ નાગરિકો કરવેરો ભરે છે, તેથી સ્વચ્છતા અને સારી સગવડો મેળવવાનો દરેક મુંબઈકરનો મૂળભૂત અધિકાર છે. આ અગાઉ પણ નગરપાલિકા દ્વારા શહેરી વ્યવસ્થાપન અને સફાઈને લઈને અનેક દાવાઓ કરવામાં આવ્યા છે, પરંતુ જમીની હકીકત અને વીઆઈપી કેન્દ્રીય વ્યવસ્થા પર ન્યાયાલયે નારાજગી વ્યક્ત કરી છે.

આગામી સમયમાં કોર્ટની આ કડક ટકોર બાદ મહાનગરપાલિકા તંત્ર દ્વારા તમામ વિસ્તારોમાં સમાન ધોરણે સફાઈ અને માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા માટે વિશેષ પગલાં લેવામાં આવે તેવી અપેક્ષા છે.



હાઈકોર્ટે કહ્યું- બે દિવસની સફાઈ નહીં, આખું વર્ષ શહેરને સ્વચ્છ રાખો

જસ્ટિસ ગિરીશ કુલકર્ણી અને જસ્ટિસ નીલા ગોખલેની બેન્ચ વધતા વાયુ પ્રદૂષણ અને કાંજુરમાર્ગ ડમ્પિંગ ગ્રાઉન્ડ પાસે ઝેરી ગેસના લીકેજને લઈને સુનાવણી કરી રહી હતી. બેન્ચે કહ્યું, ‘જ્યારે ખાસ લોકો શહેરમાં હોય છે ત્યારે બીએમસી રસ્તાઓને સાફસુથરા કરી દે છે. આવું હંમેશાં માટે કેમ કરવામાં આવતું નથી? રસ્તાઓ સાફસુથરા હોવાનો બે દિવસનો દેખાડો કરવાને બદલે બીએમસી કોઈ કાયમી વ્યવસ્થા કરી શકે છે.’ કોર્ટે એમ પણ કહ્યું કે આ પ્રકારની સફાઈ દરેક જગ્યાએ, દરેક સમયે થવી જાેઈએ. એવું ન હોવું જાેઈએ કે માત્ર તે જ સ્થળોને સુધારવામાં આવે જ્યાં ખાસ લોકો જાય. આ મામલે હવે ૭ ડિસેમ્બરે સુનાવણી થશે.


પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કેમ નથી કરતા?

પ્લાસ્ટિકનો કચરો મળી આવવા અંગે ચિંતા વ્યક્ત કરી. કોર્ટે પૂછ્યું કે પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ કેમ લગાવી શકાય નહીં? સરકાર પાસેથી પ્લાસ્ટિક અંગેની નીતિની માહિતી પણ માંગી અને લોકોને જાગૃત કરવા માટે અભિયાન ચલાવવાનું કહ્યું.ન્યાયાધીશોએ કાંજુરમાર્ગ ડમ્પિંગ ગ્રાઉન્ડની મુલાકાત લીધી હતી. ત્યાં પ્લાસ્ટિકથી ભરેલા કચરાના ઢગલા જાેઈને તેમણે ચિંતા વ્યક્ત કરી.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution