રામમંદિરમાં ચોરીના આરોપોની તપાસ માટે સીએમ યોગીએ એસઆઇટી બનાવી 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
13, જુન 2026  |   2970

અયોધ્યા રામ મંદિરમાં ચઢાવાના ૭ કરોડ રૂપિયાની ચોરીના દાવાનો મામલો ગરમાતો જઈ રહ્યો છે. મંદિર ટ્રસ્ટે શનિવારે સીએમ યોગી પાસે ચોરીના દાવાની તપાસ  (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ) દ્વારા કરાવવાની માગ કરી. તેના થોડા કલાકો પછી ૩ સભ્યોની  SITબનાવી દીધી છે. તેમાં લખનઉના કમિશનર વિજય વિશ્વાસ પંત (IAS),, કિરણ એસ.  (IPS,) અને નીલ રતન (વિશેષ સચિવ, નાણાં) નો સમાવેશ કરવામાં આવ્યો છે. SIT  ૭ દિવસમાં પ્રારંભિક રિપોર્ટ અને ૧૫ દિવસમાં અંતિમ રિપોર્ટ આપશે. આ તરફ, મંદિરના કર્મચારી લવકુશ મિશ્રા (૨૭)ના ઘરેથી ૧૦ લાખ રૂપિયા મળી આવ્યા છે. તેણે રૂપિયા છાણમાં છુપાવ્યા હતા. આ ઉપરાંત, કેટલાક પૈસા બોક્સમાં પણ રાખ્યા હતા. જાેકે, આ રૂપિયા કોના છે, તે હજુ સુધી જાણી શકાયું નથી. લવકુશના પિતાએ પણ રૂપિયા મળ્યાની પુષ્ટિ કરી છે. સૂત્રો અનુસાર, લવકુશ મંદિરમાં ચઢાવાની રકમ ગણવાનું કામ કરતો હતો. લવકુશની નોકરી તેના સસરાએ લગાડી હતી. લવકુશનો સાળો અનુકલ્પ મિશ્રા પહેલાથી મંદિરમાં નોકરી કરી રહ્યો હતો. સૂત્રો અનુસાર, અનુકલ્પ અને લવકુશ બંને હાલ પોલીસ કસ્ટડીમાં છે. લવકુશ અયોધ્યાના રુદૌલી વિસ્તારના મીનાપુર ઠાકુરન ફગૌલી ગામનો રહેવાસી છે. તેના પિતા બચ્ચુલાલે કહ્યું- મારો દીકરો ૪-૫ મહિનાથી રામ મંદિરમાં નોકરી કરતો હતો. આ દરમિયાન ત્યાં ચોરીની ઘટના બની. તપાસના સંબંધમાં કેટલાક લોકો અમારા ઘરે આવ્યા. આ દરમિયાન ૧૦ લાખ રૂપિયા મળી આવ્યા. હવે જે થવાનું હતું, તે થઈ ગયું. ફૈઝાબાદમાં બની રહેલા મકાનનો મારા દીકરા સાથે કોઈ સંબંધ નથી. મકાન બનાવવા માટે મેં ૧૦-૧૨ વીઘા ખેતર ગીરવે મૂક્યું છે. જ્યારે, ગ્રામજનોનું કહેવું છે કે ટીમમાં કુલ ૬ લોકો હતા. તેમાંથી ૨ પોલીસની વર્દીમાં હતા અને ૪ સાદા કપડાંમાં હતા.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution